Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભારતની પ્રથમ જુનિયર વિશ્વવિજેતા વેઇટલિફટર બની હર્ષદા શરદ ગરૂડ

નવી દિલ્‍હી : હર્ષદા શરદ ગરુડ આઇડબ્‍લ્‍યુએફ જુનિયર વર્લ વેઇટલિફ્ટીંંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વેઇટલિફ્‌ટર બની છે. તેણે ગ્રીસમાં વિમેન્‍સ ૪૫ ક્‍લો કેટેગરીમાં -થમ સ્‍થાન મેળવ્‍યું હતું. તેણે કુલ ૧૫૩ કિલો (૭૦ કિલો ૪- ૮૩ ક્‍લો) વજન ઊંચકયું હતું. ટર્કની બેકતાસ કૅન્‍સુ (૧૫૦ કિલો વજન) સિલ્‍વર મેડલ અને મોલ્‍દોવાની હિન્‍કુ ટેઓડોરા (૧૪૯ ક્‍લો વજન) બ્રોન્‍ઝ મેડલ જીતી હતી. ૨૦૧૩માં મીરાબાઈ ચાનુ બ્રોન્‍ઝ મેડલ અને ૨૦૨૧માં અંચિતા શેઉલી સિલ્‍વર મેડલ જીતી હતી. 

(4:12 pm IST)