Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

શનિવારથી શરૂ થશે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ : 4,700 એથ્લેટ લેશે ભાગ

નવી દિલ્હી: શનિવારથી શરૂ થઈ રહેલી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં 2,262 છોકરીઓ સહિત લગભગ 4,700 ખેલાડીઓ ભાગ લેશે. તળ દેવીલાલ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. આ ગેમ્સમાં પ્રથમ વખત તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે. જેમાં હરિયાણાના સૌથી વધુ 398 એથ્લેટ ભાગ લેશે. તેમાં મહારાષ્ટ્રના ડિફેન્ડિંગ ચેમ્પિયન 357 અને દિલ્હીના 339 એથ્લેટ ભાગ લેશે.

 

(7:46 pm IST)