Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

T-20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત : બેન સ્ટોક્સને ન મળી જગ્યા

નવી દિલ્હી: આગામી વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે ઓળખાતા બેન સ્ટોક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. સ્ટોક્સે જુલાઈ મહિનામાં ક્રિકેટમાંથી અનિશ્ચિત વિરામ લીધો હતો. સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને ટાંકીને આ નિર્ણય લીધો હતો. જોકે, ક્રિસ વોક્સ અને ટાઈમલ મિલ્સને ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડને મિલ્સમાં વધુ એક ડાબોડી ફાસ્ટ બોલર મળ્યો છે. એકમાત્ર નિષ્ણાત સ્પિનરને આદિલ રશીદના રૂપમાં ટીમમાં સ્થાન મળ્યું છે. યુએઈની વિકેટને જોતા ઈંગ્લેન્ડ માટે આ ચિંતાનો વિષય બની શકે છે. રાશિદ ઉપરાંત મોઇન અલી પણ ટીમમાં સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે.

(6:42 pm IST)