Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ પરથી સંકટના વાદળ હટ્યા : દરેક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ

મૈનચેસ્ટર ટેસ્ટના એક દિવસ પહેલા ભારતના દરેક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેન પાંચમી ટેસ્ટ મેચ પહેલા સંકટના વાદળો ફેલાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. ત્યારે મૈનચેસ્ટર ટેસ્ટના એક દિવસ પહેલા ભારતના દરેક ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ભારતીય ટીમના કેટલાક સભ્યોને કોરોના થતા દરેક ખેલાડીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ ખેલાડી હોટલમાં પોતાની રૂમમાં આઈસોલેશનમાં છે. હાલમાં જ ખેલાડીઓનો રિપોર્ટ આવ્યો છે.જેમાં તમામ ખેલાડીને નેગેટિવ છે. જેના પગલે આવતીકાલથી શરૂ થનારી ટેસ્ટમાં હવે કોઈ જ વિઘ્ન નહીં આવે

ભારતીય ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હવે આવતીકાલથી શરૂ થનારી પાંચમી ટેસ્ટ મેચ તેના નિયમ સમયે જ ચાલુ થઈ જશે. ભારતીય ટીમમાંથી રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયાહતા. આ વચ્ચે આજે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો. શુક્રવારથી શરૂ થતી મેચ પહેલા આસિસ્ટંન્ટ ફિઝિયો યોગશ પરમાર પણ કોરોના સંક્રમિત થયો હતો.

(11:15 pm IST)