Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ઓસ્‍ટ્રેલિયા સપ્‍ટેમ્‍બરમાં ભારત આવશેઃ ટીમ ઇન્‍ડીયા ઇંગ્‍લેન્‍ડમાં ટેસ્‍ટ, ટી-૨૦ અને વન-ડે સિરીઝ રમશે.

IPLબાદ પણ ટીમ ઇન્‍યિાનું ખૂબ જ વ્‍યસ્‍ત શેડયુલ

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયા  ટી૨૦ વર્લ્‍ડ ૨૦૨૨ પહેલા તમામ ટીમો  વધુ ટી૨૦ મેચ રમીને પોતાની તૈયારીઓને મજબુત કરવા માંગે છે. આસ્‍ટ્રેલિયા આ ટુર્નામેન્‍ટ પહેલા સપ્‍ટેમ્‍બરમાં ભારતનો  પ્રવાસ કરશે અને ત્રણ ટી-૨૦ મેચ રમાશે. જોકે, પ્રવાસ બાદ ઓસ્‍ટ્રેલિયા આવતા વર્ષે વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપના ભાગરૂપે ચાર ટેસ્‍ટ  મેચ રમવા માટે ભારત પરત ફરશે. આવી  સ્‍થિતિમાં બંને ટીમો વચ્‍ચે રોમાંચક શ્રેણી જોવા મળી શકે છે.
ઓસ્‍ટ્રેલિયા સપ્‍ટેમ્‍બરમાં ભારતમાં સફેદ બોલની શ્રેણી રમશે. જેમાં ઝિમ્‍બાબ્‍વે, ન્‍યુઝીલેન્‍ડ , વેસ્‍ટ ઇન્‍ડિઝ અને ઇંગ્‍લેન્‍ડ  સામેની હોમ મેચ સહિત ત્રણ (T20I) નો સમાવેશ થાય છે.  IPLપછી ભારતીય ટીમનું શેડયુલ ભારે હશે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીનો હાલમાં આઇપીએલમાં રમવામાં વ્‍યસ્‍ત છે, પરંતુ આ ટુર્નામેન્‍ટ બાદ ટીમનું  શિડયુલ ખૂબ જ વ્‍યસ્‍ત રહેવાનું. ટીમને દક્ષિણ આફ્રિકા સામે ૯થી ૧૯ જુન સુધી પાંચ મેચોની હોમ સિરીઝ રમવાની છે. આ પછી આર્યલેન્‍ડ પ્રવાસ પર બે T20 મેચ રમાશે.
આ પછી ટીમ ઇન્‍ડિયા ઇંગ્‍લેન્‍ડ જવા રવાના થશે, જયાં ગયા વર્ષે મુલતવી રાખવામાં આવેલી ટેસ્‍ટ શ્રેણીની છેલ્‍લી ટેસ્‍ટ રમાશે. ત્‍યારબાદ ટીમ ત્રણ ટી૨૦ અને વનડે શ્રેણીની સમાન સંખ્‍યા રમશે. તે જ સમયે, ટીમ વેસ્‍ટ ઈન્‍ડિઝના પ્રવાસે જવાની છે.  અને ત્રણ મેચની (ODI) અને પાંચ મેચની (T20) શ્રેણી રમવાની છે. આવી સ્‍થિતિમાં ખેલાડીઓનું શેડયુલ ખૂબ જ વ્‍યસ્‍ત રહેવાનું છે અને ટી-૨૦ વર્લ્‍ડ કપ પહેલા તૈયારીઓને મજબૂત કરવાની તક પણ છે.(૪૦.૪)

 

(3:10 pm IST)