Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

SAI એ એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપના આયોજન માટે AAIને આપ્યું 1 કરોડ રૂપિયાનું દાન

નવી દિલ્હી: ભારતીય તીરંદાજી સંઘ (AAI) આ મહિનાના અંતમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ-2022નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતીય તીરંદાજી ફેડરેશન એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ-2022 નું આયોજન કરવા જઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ભારતીય તીરંદાજી સંઘને એક કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. એશિયન પેરા તીરંદાજી ચેમ્પિયનશિપ 2022નું આયોજન 31 મે થી 6 જૂન દરમિયાન યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, દિલ્હી ખાતે કરવામાં આવશે.

(7:25 pm IST)