Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

યુએસ ઓપન: ઝ્વેરેવને હરાવીને જોકોવિચ ફાઇનલમાં

નવી દિલ્હી: વિશ્વનો નંબર 1 સર્બિયાનો નોવાક જોકોવિચ સેમીફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે.જોકોવિચે સેમીફાઇનલમાં ઝ્વેરેવને 4-6, 6-2, 6-4, 4-6, 6-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે, જોકોવિચ કેલેન્ડર સ્લેમ પૂર્ણ કરવાથી માત્ર એક પગલું દૂર છે.જો જોકોવિચ ફાઇનલ જીતવામાં સફળ થાય છે, તો તે 1969 માં રોડ લેવર પછી એક જ સિઝનમાં ચાર મુખ્ય ખિતાબ જીતનાર પ્રથમ ખેલાડી બનશે. જોકોવિચ ટાઈટલ મેચમાં દ્વિતીય ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ સામે ટકરાશે. જોકોવિચે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન ટાઇટલ જીત્યા છે. જો તે યુએસ ઓપન જીતવામાં સફળ થાય છે, તો જોકોવિચ તેની કારકિર્દીનો રેકોર્ડ 21 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતશે.

(6:02 pm IST)