Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

અયોગ્‍ય ભાષાનો ઉપયોગ કરતાં જેમિસનને મેચ ફીના ૧૫ ટકા દંડ

નવી દિલ્‍હીઃ ક્રાઇસ્‍ટચર્ચમાં બાંગ્‍લાદેશ સામેની બીજી ટેસ્‍ટ દરમિયાન યાસિર અલીને આઉટ કર્યા પછી અયોગ્‍ય ભાષાનો ઉપયોગ કરવા બદલ ન્‍યૂઝીલેન્‍ડના ઝડપી બોલર કાઇલ જેમિસનને તેની મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્‍યો હતો.  જેમિસને ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફ માટે આઇસીસી કોડ ઓફ કન્‍ડક્‍ટની કલમ ૨.૫નું ઉલ્લંઘન કરતા દંડ ફટકારાયો છે.

(2:42 pm IST)