Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

૨૩મીથી વુમન્‍સ આઈપીએલઃ ત્રણ ટીમો વચ્‍ચે મુકાબલોઃ ૧૨ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે

તમામ મેચો પુણેમાં રમાશેઃ ઈંગ્‍લેન્‍ડ, ઓસ્‍ટ્રેલીયાના ખેલાડીઓ ટૂર્નામેન્‍ટમાં

નવીદિલ્‍હીઃ મહિલા આઈપીએલનું ટૂંકું ફોર્મેટ, ૨૩ મેથી પુણેમાં શરૂ થઈ રહ્યું છે. આ T20 ચેલેન્‍જમાં પણ ત્રણ ટીમો હશે અને તેમાં કુલ ૪ મેચો રમાશે. આ વખતે આ T20 ચેલેન્‍જમાં કુલ ૧૨ વિદેશી ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે, જેમાં ઈંગ્‍લેન્‍ડની કેપ્‍ટન હીથર નાઈટ, વિશ્વની નંબર વન બોલર સોફી એક્‍લેસ્‍ટોન અને ઓસ્‍ટ્રેલિયાની એલેના કિંગ તે ૧૨ વિદેશી ક્રિકેટરોમાં સામેલ છે.

 ૨૩ મેથી શરૂ થનારી આ ચેલેન્‍જની ફાઈનલ ૨૮ મેના રોજ રમાશે.  તેની તમામ ૪ મેચ પુણેમાં જ રમાશે.  ન્‍યુઝીલેન્‍ડમાં તાજેતરમાં પૂરા થયેલા વર્લ્‍ડ કપમાં  પ્રભાવિત કરનાર એલેના એકમાત્ર ઓસ્‍ટ્રેલિયન ક્રિકેટર છે, જે T20 પ્રદર્શન ટુર્નામેન્‍ટનો ભાગ બનશે. નાઈટ અને એક્‍લેસ્‍ટોન ઉપરાંત ઈંગ્‍લેન્‍ડની સોફિયા ડંકલી અને ડેની વોટ પણ આ ટુર્નામેન્‍ટમાં રમતા જોવા મળશે.  આ ટુર્નામેન્‍ટમાં દક્ષિણ આફ્રિકાની સ્‍ટાર ઓપનર લૌરા વોલવર્ટ અને મેરિજેન કેપ અને વેસ્‍ટ ઈન્‍ડિઝની ડીઆન્‍ડ્રા ડોટિન અને હેલી મેથ્‍યુઝ પણ ભાગ લેશે. કુલ ૧૨ વિદેશી ખેલાડીઓ ભાગ લેશે.

(4:14 pm IST)