Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

સમર્થ વ્યાસની શાનદાર ડબલ સેન્ચ્યુરીઃ સૌરાષ્ટ્રનો મણિપુર સામે મોટા માર્જીનથી જીત

સમર્થે માત્ર ૧૩૧ બોલમાં સિકસર અને ૨૦ ફોર સાથે ૨૦૦ રન ફટકાર્યાઃ બાદ ધર્મેન્દ્ર જાડેજાએ પણ તરખાટ ૭ વિકેટ ખેરવી

રાજકોટઃ દિલ્હીમાં ગઇકાલે વિજય હઝારે ટ્રોફી વન–ડે ટુર્નામેન્ટની એલીટ, ગ્રુપ એ મેચમાં ઓપનર સમર્થ વ્યાસે(૨૦૦ રન, ૧૩૧ બોલ, ૯ સિકસર, ૨૦ ફોર) ડબલ સેન્ચુરી ફટકારીને અને સાથી–ઓપનર તથા વિકેટકીપર હાર્વિક દેસાઇ (૧૦૦ રન, ૧૦૭ બોલ, બે સિકસર, ૯ ફોર)એ ૨૮૨ રનની ભાગીદારીની મદદથી સૌરાષ્ટ્રને મણિપુર સામે યાદગાર વિજય અપાવ્યો હતો.
સૌરાષ્ટ્રની ટીમ ઓપનર્સની ભાગીદારી જેટલા જ (૨૮૨) રનથી જીતી ગઇ હતી. સૌરાષ્ટ્રએ ૪ વિકેટે જે ૩૯૭ રન બનાવ્યા હતા એમાં ચેતેશ્વર પુજારાના ૪૮ રન પણ હતા. મણિપુરના ૮ બોલર્સે બોલિંગ કરી હતી. મણિપુરની ટીમ સૌરાષ્ટ્રના લેફટ–આર્મ સ્પિનર ધર્મેન્દ્રસિંહ જોડજાની ૭ વિકેટના તરખાટને કારણે માત્ર ૧૧૫ રનના સ્કોેરે આઉટ થઇ ગઇ હતી. બે વિકેટ અર્પિત વસાવડાએ અને એક વિકેટ ચેતન સાકરિયાએ લીધી હતી.
આ ટુર્નામેન્ટની અન્ય મેચમાં યશસ્વી જૈસવાલના ૧૦૪ રન છતા મુંબઇનો સર્વિર્સિસ સામે ૮ વિકેટે પરાજય થયો હતો. મુંબઇના ૨૬૪/૯ સામે સર્વિર્સિસે ૪૫.૩ ઓવરમા૦ ૨૬૬/ રના સ્કોર સાથે જીત મેળવી હતી

 

(4:30 pm IST)