Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

ભારતમાં ૨૦૨૩માં ટી૨૦ વર્લ્ડ કપ જીતીશું : શોએબ

પાકિસ્તાનનું ટી૨૦ વર્લ્ડ કપનું સપનું બીજી વાર તૂટ્યું : તમામ અફવા વચ્ચે પાકિસ્તાન ટીમનો ભારત પ્રવાસ નક્કી છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે આશા વ્યક્ત કરી

રાવલપિંડી, તા.૧૪ : ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની લડત પૂર્ણ થઈ ગઈ છે.

 રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ. જેમાં ઈંગ્લિશ ટીમે ૫ વિકેટથી જીત નોંધાવી બીજીવાર ખિતાબ જીત્યો. આ સાથે પાકિસ્તાનનુ બીજીવાર ખિતાબ જીતવાનુ સપનુ તૂટી ગયુ. 

હવે પાકિસ્તાની દિગ્ગજ અને ફેન્સને આશા છે કે આગામી વર્ષે ભારતની મેજબાનીમાં થનારા વનડે વર્લ્ડ કપમાં ખિતાબ જીતીશુ. સ્પષ્ટ છે કે તમામ અફવા વચ્ચે પાકિસ્તાન ટીમનો ભારત પ્રવાસ નક્કી છે. આ આશા પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ વ્યક્ત કરી છે.

રાવલપિંડી એક્સપ્રેસ નામથી મશહૂર શોએબ અખ્તરે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો. જેમાં તેમણે કહ્યુ કે પાકિસ્તાન ટીમ ફાઈનલમાં હારી છે, આનાથી નિરાશા છે. દુખી પણ છે પરંતુ કંઈ વાંધો નહીં આગામી વર્ષે ભારતમાં વર્લ્ડ કપ ખિતાબ જીતીશુ. આ પ્રકારે અખ્તરે આશા વ્યક્ત કરી છે કે આગામી વર્ષે પાકિસ્તાન ટીમ ભારત આવશે અને વર્લ્ડ કપ રમશે.

શોએબ અખ્તરે કહ્યુ, પાકિસ્તાન વર્લ્ડ કપ હારી ગઈ છે પરંતુ પાકિસ્તાન ટીમ તમે શાનદાર કામ કર્યુ છે. સમગ્ર વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચાડ્યા. નસીબ પણ હતુ, તમે સારુ રમીને ફાઈનલમાં પહોંચ્યા. કોઈ વાંધો નહીં.

(7:54 pm IST)