Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અન્ડર-૧૯ ફુટબોલમાં ભારતે ચેમ્પિયનપદ જાળવ્યું

ભારતની અન્ડર-૧૭ બોયુસ ફુટબોલ ટીમે બુધવારે કોલંબોમાં સાઉથ ઍશિયન ફુટબોલ ફેડરેશન (ઍસ.ઍ.ઍફ.ઍફ.) ચેમ્પિયનશીપની ફાઇનલમાં નેપાલને ૪-૦થી હરાવીને ચેમ્પિયનપદ જાળવી રાખ્યુ હતું. ગયા વખતની આ સ્પર્ધા પણ ભારત જ જીત્યુ હતું. ભારત વતી બોબી સિંહ, કોરુ સિંહ, કેપ્ટન વેન્લાપેકા ગુઇટે અને અમને ઍક-ઍક ગોલ કર્યો હતો.

મેચની ૩૯મી મિનિટે નેપાલનો કેપ્ટન પ્રશાંત   લકસામ ભારતના ડેની લેશરામ સાથે ટકરાયો હતો અને આ ટકકરમાં પ્રશાંતે ડેનીને ગળામાં કોણી મારી હતી જે બદલ રેફરીઍ પ્રશાંતને રેડ કાર્ડ બતાવીને મેચમાંથી કાઢી મૂકયો હતો. ૪૦મી મિનિટ પછી છેક સુધી નેપાલની ટીમ ૧૧ને બદલે ૧૦ પ્લેયરથી રમી હતી જેનલ ભારતને ફાયદો થયો હતો.

ભારતીય સુકાની વેન્લાપેકા ગુઇટેને મોસ્ટ વેલ્યુઍબલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટને અને ગોલકીપર સાહિલને બેસ્ટ ગોલકીપરનો અવોર્ડ અપાયો હતો.

(5:08 pm IST)