Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રોહિત સાથે કિશન–પંત હુડ્ડામાંથી કોણ ઓપનિંગ કરશે?

આ સિરીઝ પરથી ટી૨૦ વર્લ્ડકપ અને ઍશિયા કપ માટે ખેલાડીઓની પસંદગીઃ રોહિતની કેપ્ટનશીપમાં ઍક પણ સિરીઝ હાર્યા નથીઃ રાત્રે ૮ વાગ્યાથી મુકાબલો

નવી દિલ્હીઃ વિરાટ કોહલીને ઇન્ડિઝ સામેની ટી૨૦ સિરીઝમાં  આરામ આપવામાં આવ્યો છે. લોકેશ રાહુલ કોરોનાથી સંક્રમિત થયા પછી આ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. રોહિત સાથે કોણ ઇનિંગ્સની શરૂઆત કરશે? છેલ્લી સિરીઝમાં ઋષભ પંતે રોહિત સાથે ઓપનિંગ કરી હતી. ઇશાન કિશને પણ રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ ઓપનિંગમાં સ્થાન મેળવવાના દાવેદાર છે. દીપક હુડ્ડાઍ આયર્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણીમાં પણ ઇનિંગ્સની શરૂઆત કરી છે અને તે ઓપનિંગમાં સ્થાન મેળવવાનો દાવેદાર પણ છે.

ટીમ ઇન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની રહેશે. ટી૨૦ વર્લ્ડ કપ અને ઍશિયા કપને ધ્યાનમાં રાખીને આ ટી૨૦ સિરીઝ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે. ભારત પાસે ટોચના ક્રમમાં રોહિત શર્મા, ઋષભ પંત, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓ છે. જયારે મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓ છે. બોલિંગમાં રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર જેવા અનુભવી ખેલાડીઓ છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી ઍક પણ સિરીઝ હારી નથી અને આ ક્રમ જાળવી રાખવા માંગે છે. વનડે સીરિઝમાં ૩૦ થી હાર બાદ નિકોલસ પૂરનની કેપ્ટનશીપમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હવે આ ટી૨૦ સીરિઝમાં વાપસી કરવા માંગશે. વેસ્ટ ઇન્ડિઝ પાસે ખતરનાક બેટ્સમેનોનો કોઇ કમી નથી અને શિમરોન હેટમાયર, ઓડિયન સ્મિથ જેવા ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં ભારતીય બોલરો તેમની સામે કેવી રીતે બોલિંગ કરે છે તે જાવાનું રહેશે. ટીમમાં રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેના રમવું શંકાસ્પદ છે.

આજે રાત્રે ૮ વાગ્યાથી પ્રથમ મુકાબલો રમાશે.

ટીમ ઇન્ડિયાઃ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, ઇશાન કિશન, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), શ્રેય્યસ ઐયર, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રવિચન્દ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઇ

(5:31 pm IST)