Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

IPL 2022 માટે અમદાવાદ ટીમની મોટી તૈયારી : હાર્દિક પંડ્યા સહીત ત્રણ ખેલાડીઓ થશે રિટેન

હાર્દિક પંડ્યા,રાશિદ ખાન,અને શુભમન ગીલનું નવી ટીમમાં સ્થાન નિશ્ચિત

 

અમદાવાદ :  IPL 2022 સીઝન માર્ચ-એપ્રિલમાં શરુ થઈ શકે છે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.જે અમદાવાદ અને લખનૌ છે. બંને એ પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓ 'રીટેન' કરવાના છે 

ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL)સીઝન આગામી માર્ચ -એપ્રિલમાં શરુ થઇ શકે છે. આ માટે મેગા ઓક્શન પણ 12- 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુંમાં થશે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.અમદાવાદ અને લખનૌ. આ બંને ટીમે પોતાના ત્રણ -ત્રણ ખેલાડી  'રીટેન' કરવાના છે. BCCIએ આ માટેની અંતિમ તારીખ  22 જાન્યુઆરી નક્કી કરી છે.બંને ટીમોએ પોતાના ત્રણ -ત્રણ ખેલાડીઓ  'રીટેન'કરવાની તૈયારીઓ કરી લીધી છે.પણ હજુ સુધી કાયદેસર જાહેરાત નથી કરી.

અમદાવાદે ત્રણ ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા,ઓપનર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હશે.માંથી હાર્દિકને સુકાની પદ સોંપાઈ શકે છે.આ પહેલા હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ રાશિદ સનરાઇઝર્સ હૈદરાબાદ અને શુભમન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માટે રમતા હતા. 

ફ્રેન્ચાઈઝીએ હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય  કર્યો છે. જ્યારે શુભમનને 7 કરોડ મળશે . નિયમ પ્રમાણે ત્રણ ખેલાડીઓ 'રિટેન' કરવા પર 15, 15, અને 7 કરોડ જ આપી શકાય છે 

આ નવી સિઝનમાં જોડાનારી બે નવી ટીમની નીલામીમાં BCCIને 12,725 કરોડની કમાણી થઇ છે. લખનૌ ટીમને સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડની બોલી લગાવીને ખરીદી છે જ્યારે વિદેશી કંપની CVC ગ્રુપે અમદાવાદ ટીમને 5,625 કરોડની બોલી લગાવીને ખરીદી છે 

આ અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાનો કોચિંગ સ્ટાફ પણ તૈયાર કરી લીધો છે.જેમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરા,અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગેરી કર્ટસન સાથે ઈંગ્લેન્ડના પૂર્વ  બેટ્સમેન વિક્રમ સોલંકી પણ હશે.વિક્રમ અત્યારે ઈંગ્લીશ કાઉન્ટી કલબ સરેનાં હેડ કોચ અને ટીમ ડાયરેક્ટર પણ છે.

નવી ટીમ નિયમ પ્રમાણે વધુમાં વધુ ત્રણ ખેલાડીઓને બહાર કરી શકશે .તેમાં પણ વધુમાં વધુ 2 ભારતીય અને એક વિદેશી હોવા જોઈએ નવી ટીમ એક થી વધુ 'અન કેપ્ડ' ખેલાડીને પડતો નહિ મૂકી શકે. આ વખતે 'મેગા ઓક્શન'માં  'રાઈટ ટૂ મેચ ' (RTM) કાર્ડનો નિયમ નહિ હોય. 

(12:22 am IST)