Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મનપ્રીત સિંહ બન્યો કોમનવેલ્થની હોકી ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ૨૯ જુલાઇથી બર્મિંગહૅમમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય હૉકી ટીમના સુકાનીપદે મનપ્રીત સિંહની નિયુકિત થઇ છે. તેણે ટીમમાં કમબૅક કર્યું છે. અને હરમનપ્રીત સિંહ તેનો ડેપ્યુટી છે.

મનપ્રીતના પુનરાગમનથી ૨૦૨૦માં ટોકયો ઓલિમ્પિકસ જેવો માહોલ સર્જાયો છે. એ આલિમ્પિક ગેમ્સમાં ભારત ૪૦ વર્ષ પછીનો પહેલો મેડલ (બ્રોન્ઝ) જીત્યું હતું.

(3:48 pm IST)