Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુર્યકુમારને ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઇતું હતું : લારા

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીંગમાં શાનદાર પ્રદર્શન કર્યા છતાં સુર્યકુમાર યાદવને ભારતીય ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. આને લીધે તે પોતે ઘણો નારાજ છે. જો કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર બ્રાયન લારાનું માનવું છે કે સુર્યકુમાર યાદવનો સમાવેશ ભારતીય ટીમમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે થવો જોઇતો હતો.બ્રાયન લારાએ કહ્યું કે, 'ખરેખર તે કલાસ પ્લેયર છે. હું ફકત તેના સ્કોર સામે નથી જોતો, પણ તેની ટેકનિક, દબાણના સમયમાં રમવાની તેની ક્ષમતા તે જે ક્રમે આવીને બેટિંગ કરે છે એવા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યો છું. મુંબઇ માટે તેણે ખરેખર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

(2:34 pm IST)