Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

૨૬મી થી ભારત- ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજો ટેસ્ટ

બોકસીંગ- ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં પાંચ થી છ ફેરફારો થવાની શકયતાઃ સિરાજ કે શૈનીને તક મળશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી ઈન્જર્ડ થતાં ભારત પરત ફરતાં હવે ત્રીજા બોલર શોધવો જરૂરી બન્યો છે.

એડિલેડ ટેસ્ટમાં બુમરાહ અને શમી બાદ ઉમેશે ત્રીજા બોલરની ભૂમિકા નિભાવી હતી. હવે બીજા ટેસ્ટ માટે મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની સ્પર્ધામાં છે. મેલબોર્નમાં બોકસીંગ-ડેના દિવસે ભારત- ઓસ્ટ્રેલીયા વચ્ચે ૨૬મી થી શરૂ થનાર બીજા ટેસ્ટમાં ભારતીય ટીમમાં પાંચ થી છ ફેરફાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ઝડપી બોલરની પસંદગી કરવી મુશ્કેલ ભર્યુ છે. કારણ કે ભારત પાસે સિરાજ અને સૈનીના રૂપમાં વિકલ્પ છે.

બીજા ટેસ્ટમાં મોહમ્મદ શિરાજ ડેબ્યુ કરે તેવી પૂરી સંભાવના છે. તેણે બન્ને પ્રેકટીસ મેચોમાં સારો દેખાવ કર્યો હતો.

(3:48 pm IST)