Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આઇપીએલ ક્રિકેટ મેચમાં હવે ગુજરાતની ટીમનો પણ સમાવેશઃ અમદાવાદમાં બીસીસીઆઇની બેઠકમાં જાહેરાત

રાજકોટ તા. ર૪ :.. ગુજરાતવાસીઓ માટે હાલ ખુશ ખબર મળી રહી છે. ઇન્ડીયન પ્રીમીયર લીગમાં ૮ ની બદલે હવે ૧૦ ટીમ ભાગ લેશે એ એમાં એક ટીમ ગુજરાતની હોવાનું ફાઇનલ થઇ ગયું છે. અમદાવાદમાં મોટેરા ખાતે મળેલી બીસીસીઆઇની બેઠકમાં આજ રોજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 જેથી હવે આઇપીએલ.માં પણ ગુજરાતની ટીમ જાવા મળશે. ઘણા સમયથી ચાલતી અટકળો પર હવે રોક લાગી છે અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહની અધ્યક્ષતામાં અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા ખાતે મળેલી બેઠકમાં ગુજરાતવાસીઓને ખુશ ખબર આપવામાં આવી છે. જેથી હવે ઇન્ડીયન પ્રીમીયર લીગમાં ગુજરાતની ટીમ પણ ભાગ લેશે. બીજી તરફ ગુજરાતની ટીમની આઇપીએલ.માં એન્ટ્રી થતા અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ ક્રિકેટનો જંગ જામી શકે છે.

(4:32 pm IST)