Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઓડિશાના રાઉરકેલામાં બનશે ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ

નવી દિલ્હી: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરુવારે રાજ્યના રાઉરકેલા ખાતે દેશના સૌથી મોટા અને વિશ્વ-વર્ગના હોકી સ્ટેડિયમની જાહેરાત કરી. 20,000 જેટલા દર્શકોની ક્ષમતાવાળા હોકી સ્ટેડિયમ 2023 મેન્સ હોકી વર્લ્ડ કપમાં રમવામાં આવશે. ઉપરાંત હુકી વર્લ્ડ કપની મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે યોજાશે.રાઉરકેલાના બીજુ પટનાયક તકનીકી યુનિવર્સિટી કેમ્પસમાં 15 એકર જમીનમાં સ્ટેડિયમ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી પટનાયકે એક વીડિયો સંદેશમાં કહ્યું, "જેમ કે અમે પહેલેથી જાહેરાત કરી દીધી છે કે ઓડિશા ફરી એકવાર 2023 હોકી વર્લ્ડ કપ મેચનું યજમાન કરશે. ટૂર્નામેન્ટની મેચ ભુવનેશ્વર અને રાઉરકેલામાં રમાશે."તેમણે કહ્યું કે, ભારતીય હોકીમાં સુંદરગઢના ફાળાને શ્રદ્ધાંજલિ તરીકે, હું જાહેરાત કરું છું કે અમે 20,000 દર્શકોની ક્ષમતાવાળા રાઉરકેલામાં એક નવું હોકી સ્ટેડિયમ બનાવીશું. સ્ટેડિયમમાં તમામ આધુનિક સુવિધાઓ હશે. પટનાયકે કહ્યું, "મને આશા છે કે હોકી સ્ટેડિયમ વિશ્વના શ્રેષ્ઠ સ્ટેડિયમોમાંનું એક બનશે."

(5:31 pm IST)