Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

IPL 2022માં હવે 10 ટીમ રમતી જોવા મળશે : અમદાવાદમાં BCCIની વાર્ષિક બેઠકમાં નિર્ણય

અમદાવાદનું નામ નક્કી: આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પર અસર પડશે: મેચની સંખ્યા વધશે : અદાણી અને ગોયન્કા લગાવી શકે છે બોલી

IPL 2022માં 10 ટીમ રમતી જોવા મળશે. અમદાવાદમાં BCCIની વાર્ષિક બેઠક (AGM)માં નિર્ણય લેવામાં આવ્યો છે.અત્યાર સુધી IPL 2022માં 8 ટીમ રમતી આવે છે પરંતુ બોર્ડે લીગની સફળતાને જોતા ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.

10 ટીમોની IPLથી આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પર અસર પડશે કારણ કે મેચની સંખ્યા વધી જશે. 10 ટીમ થતા IPLમાં 94 મેચ રમવી પડશે, જેની માટે લગભગ અઢી મહિનાની જરૂર પડશે, જેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું કેલેન્ડર પણ બગડી શકે છે.

આ સાથે જ IPLમાં વિદેશી ખેલાડીઓ રમી શકે તેવુ આયોજન કરવુ પડશે. પ્રસારણ રકમ પ્રતિ વર્ષ 60 મેચના હિસાબથી હોય છે જેની પર ફરી વાતચીત કરવી પડશે. સ્ટાર ઇન્ડિયા 2018થી 2022 વચ્ચેના સમય ગાળા માટે 16,347.50 કરોડ રૂપિયાની ચુકવણી કરે છે.

બિઝનેસમેન ગૌતમ અદાણી અને સંજીવ ગોયનકા નવી ટીમ માટે બોલી લગાવી શકે છે. આ સિવાય પણ કેટલાક મોટા બિઝનેસમેનોનું નામ સામેલ છે. નવી ટીમ માટે અમદાવાદ, લખનઉં અથવા પૂણેની ટીમ પસંદ કરવામાં આવી શકે છે. સુત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, IPLની નવમી ટીમ અમદાવાદનું નામ લગભગ નક્કી છે. જ્યારે 10મી ટીમના કેટલાક નામ પર ચર્ચા ચાલી રહી છે.

IPLની નવમી ટીમ માટે અમદાવાદનું નામ નક્કી છે અને આશા કરવામાં આવી રહી છે કે નવનિર્મિત અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ IPLનું નવમુ વેન્યૂ હશે. સુત્રો અનુસાર અદાણી ગ્રુપે IPLની નવી ટીમની હરાજીમાં રસ દાખવ્યો છે. આ સિવાય હીરો ગ્રુપ અને ગોયનકા ગ્રુપ પણ IPL ટીમ ખરીદવા માંગે છે.

(6:22 pm IST)