Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ક્રિકેટર્સ માટે જુદા-જુદા નિયમ શા માટે? : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર

BCCI ની બેવડી નીતિ સામે લિટલ માસ્ટર નારાજ : વિરાટ કોહલીની પેટરનીટી લિવ તો પછી આઈપીએલમાં નટરાજનને પિતા બનવા પર કેમ રજા નહતી અપાઈ ?

મુંબઈ, તા. ૨૪ : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલી પર બરાબરના આકરા પ્રહારો કર્યા છે અને વેધક સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કરે કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દીઠ નિયમો જુદા જુદા કેમ? તેમણે વિરાટ કોહલી પિતા બનવાનો હોઈ તેને ઓસ્ટ્રેલિયાથી ભારત પરત જવાની આપેલી મંજુરીને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

ગાવસ્કરે માટે રવિચંદ્રન અશ્ચિન અને ટી નટરાજનનું ઉદારહણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કપ્તાન વિરાટ કોહલીને પિતા બનવાનો હોઈ ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરવાની મંજુરી આપી દેવાઈ જ્યારે ઝડપી બોલર ટી નટરાજન આઈપીએલ પ્લેઓફ દરમિયાન પિતા બન્યો હતો ત્યારે તો તે પોતાની દિકરીનું મોઢું પણ જોઈ નહોતો શક્યો.

સુનીલ ગાવસ્કરે આજે પોતાની એક કોલમમાં સણસણતા આરોપ લગાવ્યા છે. તેમણે લખ્યું છે કે- જો અશ્ચિન એક મેચમાં વિકેટ ના લે તો તેને બીજી મેચમાં બહાર કરી દેવામાં આવે છે. જ્યારે રેગ્યુલર બેટ્સમેનો સાથે આમ કરવામાં નથી આવતું. પછી ભલેને તે એક મેચમાં નિષ્ફળ રહ્યા હોય પણ તેને બીજી તક તો મળે છે. જ્યારે અશ્ચિન સાથે બીજો નિયમ લાગુ પડે છે. ગાવસ્કરે વધુ એક આરોપ લગાવતા કહ્યું હતું કે, બીજા પણ એક ખેલાડી સાથે આવુ થઈ રહ્યું છે. ખેલાડીને લઈને બનાવવામાં આવેલા નિયમ આશ્ચર્યજનક છે. ટીમમાં તે નવો છે એટલે વધુ કંઈ બોલી નથી શકતો. ખેલાડી છે ઝડપી બોલર ટી નટરાજન. જબણેરી બોલર કે જેને ટી૨૦માં શાનદાર શરૂઆત કરી હતી અને હાર્દિક પંડ્યાએ ્૨૦ મેન ઓફ સીરિઝની પોતાની ટ્રોફી આપી દીધી હતી. ગાવસ્કરે કહ્યું હતું કે, નટરાજન આઈપીએલ પ્લેઓફ દરમિયાન પહેલીવાર પિતા બન્યો હતો. તેને સીધો યૂએઈથી ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવ્યો હતો. અહીં તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તેને ટેસ્ટ શ્રેણી માટે ત્યાં રોકાવવા કહેવામાં આવ્યું, પરંતુ ટીમના ભાગ તરીક નહીં. ખાલી એક નેટ બોલર તરીકે. જાહેર છે કે, નટરાજનને ઈજાગ્રસ્ત વરૂણ ચક્રવર્તીના સ્થાને તક આપવામાં આવી છે.

ગાવસ્કરે વધુમાં ઉમેર્યું હતું કે, વિરાટ કોહલી પિતા બનવાનો હોય તેને ચાલુ ટેસ્ટ શ્રેણીએ ભારત જવાની મંજુરી આપી દેવામાં આવી હતી. જ્યારે ૈંઁન્ દરમિયાન ઝડપી બોલર ટી નટરાજનના ઘરે પુત્રી અવતરી હોવા છતાંયે તેને ઘરે જવાની મંજુરી નહોતી આપવામાં આવી.

તેને ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યો હતો. હવે તે ટીમ ઈલેવનમાં પણ શામેલ નથી તેમ છતાંયે ૧૯ જાન્યુઆરીએ શ્રેણી પુરી થયા બાદ પોતાની દિકરીનું મોઢું જોઈ શકશે.

અશ્ચિનને લઈને ગાવસ્કરે બરાબરનો બળાપો ઠાલવતા કહ્યું હતું કે, ઘણા સમય સુધી અશ્ચિનને પોતાની બોલિંગ ક્ષમતાના કારણે કોઈ નુંકશાન ના થયું પરંતુ પોતાની સ્પષ્ટ બોલવાની આદત અને મીટિંગમાં પોતાના મનની વાત કરવા બદલે તેને નુંકશાન વેઠવાનો વારો આવ્યો. કારણ કે, મીટિંગોમાં મોટા ભાગના લોકો સહમત ના હોવા છતાંયે માથુ ધુણાવીને હા માં હા મિલાવતા રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોઈ બીજો દેશ એક એવા બોલરનું તો સ્વાગત કરશે કે જેની પાસે ૩૫૦થે પણ વધારે ટેસ્ટ વિકેટ ઝડપવાનો અને ટેસ્ટ સદી ફટકારવાનો અનુંભવ હોય. આમ ગાવસ્કરે વિરાટ કોહલીની સાથો સાથ ટીમ મેનેજમેન્ટનો પણ બરાબરનો ઉધડો લઈ લીધો હતો.

(7:19 pm IST)