Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

વચન આપું છું, આવતા વર્ષના મેડલનો રંગ પીળો જ હશેઃ નીરજ ચોપડા

નવી દિલ્‍હીઃ વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપની ભાલાફેંકની હરીફાઇમાં સિલ્‍વર મેડલ જીતીને ભારત માટે રચ્‍યો નવો ઇતિહાસઃ ભાલો ૮૮.૧૩ મીટર દૂર ફેંકયોઃ કેનેડાના પીટર્સે ૯૦.૫૪ મીટરના અંતર સાથે જીત્‍યો ગોલ્‍ડઃ ભાલો ફેંકવાનો મારો વારો આવ્‍યો ત્‍યારે સામેથી ખૂબ પવન હતો એટલે મને લાંબા અંતરે ભાલો ફેંકવામાં મુશ્‍કેલી પડી હતી, પણ છેવટે ૮૮.૧૩ મીટર સુધી ફેંકવામાં હું સફળ થયો હતો. ઓલિમ્‍પિકસ કરતા વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ વધુ કઠિન  હરીફાઇ કહેવાય અને આનો રેકોર્ડ ઓલિમ્‍પિકસથી ચડિયાતો કહેવાય.

 

નીરજની છ સિધ્‍ધિઓ

(૧) ભૂતપૂર્વ વર્લ્‍ડ જુનિયર ચેમ્‍પિયન

(૨)ટોકયો  ઓલિમ્‍પિકસ ચેમ્‍પિયન

(૩)એશિયન ગેમ્‍સ ચેમ્‍પિયન

(૪)કોમનવેલ્‍થ ગેમ્‍સ ચેમ્‍પિયન

(૫) એશિયન ચેમ્‍પિયન

(૬) વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ્‍સમાં સિલ્‍વર મેડાલિસ્‍ટ     

(3:19 pm IST)