Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

ટીમ ઇન્ડિયા દાવમાં ૧૨૬/૨ વિરાટની ફીફટી

રોહીત અને ધવન જલ્દી આઉટ થયા બાદ વિરાટ અને લોકેશે બાજી સંભાળીઃ પંત ટીમમાં

પૂણેઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલ બીજા વનડેમાં આ લખાાય છે ત્યારે ટીમ ઇન્ડિયાએ ૨૭ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૧૨૬ રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડે ટોસ જીતી ભારતને દાવ આપતા ધવન ૪ અને રોહીત ૨૫ રન બનાવી જલ્દી આઉટ થઇ ગયા હતા ત્યારબાદ કેપ્ટન વિરાટ અને લોકેશ રાહુલે બાજી સંભાળી લીધી હતી. વિરાટ ૬૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૮ રને અને રાહુલ ૪૫ રને દાવમાં છે.પ્રથમ વનડેમાં શ્રેયસ એૈયર ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને આજના મેચમાં ઋષભ પંતને લેવામાં આવ્યો છે ત્યારે ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન મોર્ગન ઇન્જર્ડ થતાં તેના સ્થાને બટલરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમમાં ૩ ફેરફાર કરવામાં આવ્યો છે.

(4:16 pm IST)