Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ટીમ ઈન્‍ડિયા જુલાઈમાં ઈંગ્‍લેન્‍ડના પ્રવાસે બે પ્રેકટીસ મેચ બાદ ત્રણ વન-ડેની સિરીઝ રમશે

નવી દિલ્‍હીઃ મેન્‍સ ક્રિકેટ ટીમ જુલાઈમાં ઈંગ્‍લેન્‍ડ સામેની મર્યાદિત ઓવરોની પહેલા ઈંગ્‍લેન્‍ડની કાઉન્‍ટી ક્રિકેટ કલબ ડર્બીશાયર અને નોર્થમ્‍પટનશાયર સામે ટી-૨૦  પ્રેકિટસ મેચ રમશે. ભારત ૧ જુલાઈના રોજ ડર્બીના ઈન્‍કોરા કાઉન્‍ટી ગ્રાઉન્‍ડ ખાતે પ્રથમ મેચ ડર્બીશાયર સામે નોર્થમ્‍પટનશાયર ૩ જુલાઈના રોજ નોર્થમ્‍પટનના કાઉન્‍ટી ગ્રાઉન્‍ડ ખાતે બીજી પ્રેકિટસ મેચમાં નોર્થમ્‍પટનશાયર સામે ટકરાશે. ઈંગ્‍લેન્‍ડ અને ભારત વચ્‍ચેની ત્રણ મેચની ટી૨૦ મેચોની સિરીજ ૭ જુલાઈથી ધ એજીસ બાઉલમાં શરૂ થશે.

જયારે બીજી અને ત્રીજી મેચ એજબેસ્‍ટન અને ટ્રેન્‍ટ બ્રિજ ખાતે અનુક્રમે ૯ અને ૧૦ જુલાઈએ રમાશે.  ત્‍યારબાદ  બંને ટીમો કિયા ઓવલ, લોર્ડ્‍સ અને ઓલ્‍ડ ટ્રેફોર્ડમાં અનુક્રમે ૧૨, ૧૪ અને ૧૭ જુલાઈએ ત્રણ વનડે રમશે.

(2:14 pm IST)