Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

પેલેએ વ્યક્ત કરી ઈચ્છા: 'બ્રાઝિલ કતારમાં છઠ્ઠી વખત ફિફા વર્લ્ડ કપ જીતે'

 

નવી દિલ્હી: ફૂટબોલ લેજેન્ડ પેલેએ આ વર્ષના અંતમાં કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ છઠ્ઠી વખત જીતવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ બ્રાઝિલે છેલ્લી વખત બે દાયકા પહેલા જાપાન અને દક્ષિણ કોરિયામાં ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો.

પેલેએ કહ્યું "શું તમે બીજો વર્લ્ડ કપ જીતવા માટે તૈયાર છો? હું ખરેખર અમારી ટીમને ફરી એકવાર આ ટ્રોફી ઉપાડતી જોવા માંગુ છું," . સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક તરીકે વ્યાપકપણે ઓળખાતા, પેલેએ 1,363 મેચોમાં ફેલાયેલી વ્યાવસાયિક કારકિર્દીમાં 1,281 ગોલનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો, જે તેણે 21 વર્ષ સુધી રાખ્યો હતો. તેણે બ્રાઝિલ માટે 91 મેચ રમી છે જેમાં તેણે 77 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે અને 1958, 1962 અને 1970માં ત્રણ વખત વર્લ્ડ કપ જીતનાર તે એકમાત્ર ખેલાડી છે. તાજેતરના વર્ષોમાં પેલેને કેન્સર સંબંધિત ગૂંચવણો સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

(8:00 pm IST)