Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

IPL 2022 માં અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે રમવાનો રસ્તો ક્લિયર :પેનલે CVC કેપિટલની સહભાગિતાને આપી મંજૂરી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને નવી IPL ફ્રેન્ચાઇઝી અમદાવાદની માલિકી હસ્તગત કરવા અંગે યુએસ કંપની CVC કેપિટલ પર ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કેએસ રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સ્વતંત્ર બાહ્ય પેનલનો અહેવાલ પ્રાપ્ત થયો છે. રાધાકૃષ્ણનની પેનલે લીગમાં સીવીસી કેપિટલની સહભાગિતાને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. Cricbuzz અનુસાર, રવિવારે યોજાયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં CVC મુદ્દે પેનલના અભિપ્રાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીસીસીઆઈના પદાધિકારીઓ અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોએ આ નિર્ણય અંગે મૌન સેવ્યું છે, પરંતુ આઈપીએલ અને બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે કે સીવીસી કેપિટલની સ્વીકૃતિ સ્પષ્ટ છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થવાની અપેક્ષા છે.

(5:55 pm IST)