Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વેસ્ટઈન્ડિઝને ૨૬૯ રને હરાવી ઈંગ્લેન્ડનો શ્રેણીમાં વિજય

ત્રીજી ટેસ્ટમાં વરસાદ પણ વિન્ડિઝને બચાવી ન શક્યું : માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડનું પહેલા દિવસથી જ પ્રભુત્વ હતું, પ્રવાસી ટીમની બીજી ઈનિંગ્સ માત્ર ૧૨૯ રનમાં સમેટાઈ

માન્ચેસ્ટર, તા. ૨૮વોકિસ અને સ્ટુઅર્ટ બોર્ડની વેધક બોલિંગની સામે પ્રવાસી વેસ્ટઈન્ડિઝની ટીમે ઘૂંઠણ ટેકવી દેતાં ત્રણ ટેસ્ટની શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો રમતના છેલ્લા દિવસે ૨૬૯ રને આસાન વિજય થયો હતો. માન્ચેસ્ટરમાં પ્રવાસી વેસ્ટઈન્ડિઝ સામેની ત્રીજી અને છ્લ્લી ટેસ્ટ મેચ જીતી લેવા સાથે શ્રેણીમાં પણ -૧થી વિજય મેળવ્યો છે. સાઉથમ્પટનમાં પહેલી ટેસ્ટ વિનન્ડીઝે જ્યારે માન્ચેસ્ટરમાં બીજી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી. સાથે કોરોના કાળમાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી પરિણામલક્ષી બની છે.

વેસ્ટઈન્ડિઝે બેટિંગમાં ઊતાર્યા બાદ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગ્સમાં ૩૬૯ રન બનાવ્યા બાદ પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ માત્ર ૧૯૭ રનમાં સમેટી દીધી હતી. યજમાન ટીમે તેની બીજી ઈનિંગ્સ બે વિકેટે ૨૨૬ રને ડિકલેર કરવા સાથે વિન્ડીઝ સમક્ષ ૩૯૯ રનનો કપરો પડકાર મૂક્યો હતો. જોકે, વિન્ડીઝ પાસે પડકારના સામના માટે પુરતો સમય હતો છતાં ઈંગ્લેન્ડની ટીમના બોલરો સામે પ્રવાસી ટીમના બેટસમેન્સ પાંગળા પુરવાર થયા હતા અને તેમની બીજી ઈનિંગ્સ માત્ર ૧૨૯ રનમાં સમેટીજતાં યજમાન ટીમે આસાન વિજય મેળવ્યો હતો. મેચમાં અનેક વખત વરસાદનું વિઘ્ન આવ્યું હતું પરંતુ અંતે મેચ પુરી થઈ શકી હતી.

(10:16 pm IST)