Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

ક્રિકેટર મોહીત શર્મા અને શ્વેતાને ત્યાં પુત્રનો જન્મ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહિત શર્માની પત્ની શ્વેતાએ બાળકને જન્મ આપ્યો છે.  તેણે સોશિયલ મીડિયા દ્વારા આ સારા સમાચાર આપ્યા.   મોહિત શર્મા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે.  તેણે ૨૦૧૫ પછી ભારત માટે એક પણ મેચ રમી નથી. જોકે તે ડોમેસ્ટિક મેચોમાં રમી રહ્યો છે. મોહિત હાલમાં પરિવાર સાથે છે.   તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. આમાં તેણે બાળકની જન્મતારીખ પણ લખી હતી.

(2:56 pm IST)