Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી

ઓકલેન્ડ,તા.૩૦: ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત્િ।ની જાહેરાત કરી છે. તેણે કહ્યું હતું કે તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી બાદ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેશે.

ટેલર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામેની શ્રેણી રમીને વન ડેમાંથી નિવૃત્ત્િ। લેશે. તેણે ટ્વિટર પર આ માહિતી આપી છે. ટેલર ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેનોમાંનો એક છે. તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાની ટીમ માટે ૧૮ હજારથી વધુ રન બનાવ્યા છે.

નિવૃત્ત્િ।ની જાહેરાત કરતા ટેલરે ટ્વીટમાં લખ્યું કે, આજે હું સમર સીઝન પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત્િ। જાહેર કરું છું. બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ સામે છ વનડે રમશે. તેણે કહ્યું હતું કે ૧૭ વર્ષ સુધી મને સપોર્ટ કરવા બદલ આભાર. દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત હતી.

ટેલરે ટેસ્ટ ક્રિકેટમાં ૭૫૮૪ રન અને વનડેમાં ૮૫૯૧ રન બનાવ્યા છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ૧૮,૦૭૪ રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડ માટે ટેલર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તે ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ થી વધુ મેચ રમનાર પ્રથમ ક્રિકેટર છે. તેણે ગયા વર્ષે ભારત સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ માટે વિજયી બનાવતા ફાઇનલ રન્સ બનાવ્યા હતા.

(12:35 pm IST)