Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

જયારે વિરાટ સેનાએ મેચને રોકી દીધો

બીજી ઇનીંગની શરૂઆતમાં બોલ જુનો હોવાની ફરીયાદ બાદ નવો બોલ અપાયો

નવી દિલ્હીઃ મેચના ચોથા દિવસે એક અજીબોગરીબ ઘટના બની જેના કારણે થોડીવાર માટે રમત રોકવી પડી.  વાસ્તવમાં, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીની સાથે સમગ્ર ટીમ ઇન્ડિયાએ રમત શરૂ થવા દીધી ન હતી.  ભારતીય ખેલાડીઓએ બોલિંગ માટે આપવામાં આવેલા કૂકાબુરા બોલને જૂના હોવાનું કહીને બદલવાની માંગ કરી હતી.  જેના કારણે લગભગ ૧૦ મિનિટ સુધી રમત રોકવામાં આવી હતી.   કોહલી અને અન્ય  ખેલાડીઓ મેદાન પરના અમ્પાયર મારાઈસ ઈરાસ્મસ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.  જો કે, આ પછી મેદાન પર એક નવું બોલ બોકસ લાવવામાં આવ્યું અને કેપ્ટન કોહલીએ અશ્વિન અને અન્ય બોલરો સાથે મળીને દરેક બોલની સંપૂર્ણ તપાસ કરી.  તેણે બોલ કરવા માટે એક બોલ પસંદ કર્યો અને તેની ટીમને આપ્યો અને પછી રમત ફરી શરૂ થઈ હતી.  આ સમગ્ર ઘટનાને જોતા કોમેન્ટેટર અને પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યું કે દરેક બોલના રંગ અને સંતુલનમાં તફાવત હોઈ શકે છે.  એટલા માટે ભારતીય ટીમ નવો બોલ માંગી રહી હતી.  તેણે કહ્યું કે અમારા સમયમાં કપિલ દેવ પોતે બોલ પસંદ કરતા હતા. 

(2:50 pm IST)