તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરીયાનો આજે જન્મ દિવસ : ૭૧ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૯ : અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રઘુવંશી અગ્રણી કિરીટભાઇ કેસરીયાનો આજે જન્મ દિવસ છે. લોહાણા જ્ઞાતિના દીકરા - દીકરીના વેવીશાળ માટે ૭૦ થી વધુ વોટસએપ ગ્રુપ બનાવી તેના માધ્યમથી મેરેજ બ્યુરોની સેવા શરૂ કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી નવા જમાના સાથે કદમ મિલાવેલ. ઉપરાંત રેસકોર્સ કલબ, લોહાણા મહાજન કમીટી મેમ્બર તરીકે પણ સેવા આપી ચુકયા છે. હાલ લોહાણા મહાપરિષદ મેરેજ બ્યુરો કમીટી, અખિલ ગુજરાત લોહાણા સમાજ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, રઘુવંશી પરિવાર સહીત જ્ઞાતિની સંસ્થાઓમાં સક્રીય સેવા આપી રહ્યા છે. બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ તરીકે અને યાદગાર યુવક મંડળમાં પણ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આજે ૭૧ માં જન્મ દિવસ નિમિતે તેમને મો.૭૯૮૪૫ ૦૭૭૭૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
