તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
ટ્રમ્પે ભારતીય અર્થતંત્ર...૭% GDP વૃદ્ધિ અને ઓછા વ્યાજ દરોની પ્રશંસા કરી : ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રની પ્રશંસા કરી અને પોતાના દેશના ફેડરલ રિઝર્વ પર નિશાન સાધ્યું: જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો અમેરિકાનો આર્થિક વિકાસ દર ૨૦% સુધી પહોંચી શકે છે : ફેડરલ રિઝર્વને રાજકીય ગણાવ્યું: અમેરિકાના આર્થિક આંકડા મજબૂત હોય છેઃ ત્યારે ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારીને દેશને બરબાદ કરે છે10:34 AM IST
સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો : સોનું વર્ષ ૨૦૨૬ના સૌથી નીચા સ્તરે ૧.૨૨ લાખ રૂપિયાની આસપાસ પહોંચ્યું : ચાંદીમાં પણ મોટો ઘટાડો : IBJA મુજબ ૨૪ કેરેટ સોનું ૧,૨૩,૫૩૮ રૂપિયા અને ચાંદી ૧,૫૦,૬૫૦ રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ : વર્ષની શરૂઆતની તુલનાએ સોનું ૩૪ ટકાથી વધુ અને ચાંદી ૬૬ ટકા સુધી તૂટી : અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં સંભવિત વધારા અને મજબૂત ડોલરની અસર11:24 AM IST
અમેરિકાની ટોચની તપાસ એજન્સી FBI ફરી હેકર્સના નિશાના પર : દેશવ્યાપી ‘નેશનલ ક્રાઈમ ઈન્ફોર્મેશન સેન્ટર’ ડેટાબેઝમાં સાયબર ઘૂસણખોરીની તપાસ શરૂ : સપ્ટેમ્બર બાદ FBI પર બીજો મોટો સાયબર હુમલો : વોરંટ અને બેકગ્રાઉન્ડ ચેકની માહિતી ધરાવતી સિસ્ટમમાં બિનઅધિકૃત પ્રવેશથી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ : ઘટનાની જાણ થયા બાદ પણ FBI ડિરેક્ટર કાશ પટેલે ટીવી ઈન્ટરવ્યુમાં સાયબર સુરક્ષાની કામગીરીના વખાણ કર્યા1:31 PM IST
અજિત ડોભાલ અને સામંત ગોયલને અમેરિકન કોર્ટના સમન્સ પર ભારતનો આકરો પ્રહાર: "પાયાવિહોણા મુકદ્દમા" ગણાવી ફગાવ્યા : .ખાલિસ્તાન સમર્થક સંગઠન 'શીખ્સ ફોર જસ્ટિસ' અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા દાખલ કરાયેલા સિવિલ દાવામાં ન્યૂ યોર્કની કોર્ટે દિલ્હીની જિલ્લા અદાલતો મારફતે સમન્સ બજાવવાનો આદેશ આપતા વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં આ કાર્યવાહીને નકારી કાઢી.10:31 AM IST
મહારાષ્ટ્રના ગડચિરોલીમાં નક્સલવાદ સામે દાયકાઓ સુધી ચાલેલી લડાઈ પર ફિલ્મ બનાવાશે : ફડણવીશની જાહેરાત : 244 જવાનોની શહાદત, ભુપતિનું સરેન્ડર અને C-60ની બહાદુરી:નક્સલવાદની શરૂઆતથી લઈને તેના પ્રભાવ, સુરક્ષાદળોના લાંબા સંઘર્ષ અને વિસ્તારમાં થયેલા પરિવર્તન સુધીની કહાનીનું ફિલ્મ દ્વારા દસ્તાવેજીકરણ12:02 PM IST
સામ્રાજ્યોઍ નકશા બદલ્યાઃ પણ સંવાદે દુનિયા બદલી નાખી : વડાપ્રધાન મોદીએ પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું: પાકિસ્તાની મંત્રી સમક્ષ પીએમ મોદીનો વિશ્વને ખાસ સંદેશ જ્યારે વિશ્વ યુદ્ધ અને અશાંતિના ચર્ચાઓથી પ્રભાવિત છે, ત્યારે ભારત સભ્યતા સંવાદ અને સાંસ્કૃતિક જોડાણની ચર્ચા કરી રહ્યું છેઃ પીએમ11:50 AM IST
મુંબઈમાં બાબાસાહેબ આંબેડકરના ભવ્ય સ્મારકનું કામ અટક્યું : વધારાના ૩૫૦ કરોડની મંજૂરીના અભાવે છ મહિનાથી પ્રતિમાનું બાંધકામ બંધ પડયું છેઃ તાંબા-કાંસાના ભાવ વધતાં પ્રોજેક્ટનો ખર્ચ ૧૨૦૦ કરોડને પાર જવાની શક્યતાઃ સ્મારક પૂર્ણ થતાં હજુ બે વર્ષ લાગશે : સ્મારકમાં બાબાસાહેબ આંબેડકરની ૩૫૦ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા સ્થાપિત થશેઃ તેની નીચે ૧૦૦ ફૂટ ઊંચો આધારસ્તંભ બનશેઃ સ્મારકની કુલ ઊંચાઈ ૪૫૦ ફૂટઃ પુસ્તકાલય, સંગ્રહાલય અને વિશાળ સભાખંડ સહિત સુવિધાઓનું બાંધકામ ૯૫ ટકા પૂર્ણઃ મુખ્ય પ્રતિમાનું કામ અટકી ગયું છે11:45 AM IST
આજે અમદાવાદમાં દિલજીત ફીવર! ૯૦ હજાર ફેન્સ ઉમટશે : પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ : દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથીઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી યુવાનો અમદાવાદ પહોંચવાના છે10:50 AM IST
માનવ મનમાં વિચારો ક્યાંથી આવે છે? શું મગજ વિચારોનું કારખાનું છે કે પછી અદ્રશ્ય તરંગો પકડતું ‘એન્ટેના'? : આધુનિક ન્યુરોસાયન્સનો ચોંકાવનારો ખુલાસોઃ તમને કોઈ વિચાર આવે તેની થોડી સેકન્ડો પહેલાં જ તમારું અર્ધજાગ્રત મગજ તે વિચાર તૈયાર કરી ચૂક્યું હોય છે! : વેદ અને ઉપનિષદોનું અદભુત જ્ઞાનઃ હજારો વર્ષ પહેલાં ઋષિઓએ કેનોપનિષદમાં એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે મનને વિચારવાની પ્રેરણા કોણ આપે છે?10:51 AM IST
તિરુપ્પરંકુન્દ્રમ ટેકરી પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવા સુપ્રીમ કોર્ટની શરતી મંજૂરી: ૨૪ નવેમ્બરે યોજાશે પવિત્ર વિધિ : .મદુરાઈની ઐતિહાસિક ટેકરી પરના દીપથૂન સ્થળે દીપ પ્રગટાવવા અંગે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ : કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર મેળાવડા અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ સાથે દરગાહ અને મસ્જિદમાં પ્રવેશ અવિરત ચાલુ રાખવા નિર્દેશ10:32 AM IST
ઉદ્યોગો પર પીએમ મોદીના 'ભૂખ્યા' વાળા નિવેદન પર રાજકીય ઘમાસાણ: રાહુલ ગાંધી અને ખડગેનો વળતો પ્રહાર : .FICCI ના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી સબસિડી છતાં રોજગાર અને પગાર ન વધવા મુદ્દે ઉદ્યોગ જગતની ટીકા કર્યા બાદ કોંગ્રેસે સરકારને ઘેરી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નિવેદનને સરકારની આર્થિક નિષ્ફળતાઓની "પોતાની કબૂલાત" ગણાવી.1:37 PM IST
ફોરેક્સ રિઝર્વમાં મોટો કડાકો: એક જ અઠવાડિયામાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ૧૪.૨ અબજ ડોલરનો ઘટાડો : ૪ સપ્ટેમ્બરે ૭૮૫.૭૦૬ અબજ ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ ભંડારમાં અત્યાર સુધીમાં ૮૦.૩૬ અબજ ડોલરનો ઘટાડો નોંધાયો : રૂપિયાને ટેકો આપવા માટે RBI ના હસ્તક્ષેપ અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડાની સીધી અસર જોવા મળી1:39 PM IST
વામનત્વ હવે અપંગતાની શ્રેણીમાં: કેન્દ્ર સરકારે બદલી અપંગતા મૂલ્યાંકનની જૂની વ્યવસ્થા : જાહેર કરી નવી માર્ગદર્શિકા! : 147 સેન્ટિમીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પુખ્ત વયના લોકોને વામનત્વ હેઠળ ગણવામાં આવશે અને ઊંચાઈના પ્રત્યેક ઇંચ દીઠ 4% કાયમી અપંગતા નક્કી થશે : દ્રષ્ટિ, વાણી, બૌદ્ધિક ક્ષમતા અને ઓટીઝમ સહિતની વિવિધ શ્રેણીઓ માટે પણ નવા ધોરણો લાગુ10:29 AM IST
મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખતા રાજકીય અને ક્રિકેટ જગતમાં ઘમાસાણ: કોંગ્રેસ સાંસદના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બાદબાકી બાદ કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો : ભાજપ પ્રવક્તા નલિન કોહલીએ સાંપ્રદાયિક અને વાહિયાત ગણાવી ફગાવ્યો 10:26 AM IST
રાજસ્થાન પંચાયત ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર: ભજન લાલ અને વસુંધરા રાજેના ગઢમાં કોંગ્રેસનો દબદબો : રાજ્યના ૩૭ જિલ્લાઓમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની મતગણતરીમાં કોંગ્રેસે શાસક ભાજપને પાછળ છોડ્યું: ભરતપુર અને ઝાલાવાડમાં ભાજપને મોટો ફટકો પડ્યો, જ્યારે સીકરમાં કેબિનેટ મંત્રીના પરિવારના સભ્યોને હારનો સામનો કરવો પડ્યો10:26 AM IST
વેપારીઓ માટે દિવાળી જેવી રાહત: GST નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર : હવે રૂબરૂ સુનાવણી માટે મળશે પૂરી ચાર તકો! : GST કાઉન્સિલની 57મી બેઠકના નિર્ણય બાદ વિભાગે પરિપત્ર 258 જારી કર્યો : નોટિસમાં નાણાકીય વર્ષ મુજબ કર, વ્યાજ અને દંડની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત બનશે : AI જનરેટેડ નોટિસ મોકલતા પહેલા અધિકારીઓએ કરવી પડશે ચકાસણી10:28 AM IST
સમ્રાટના ખભા પર નીતિશ કુમારના હાથ: વાયરલ તસવીરે બિહારના રાજકારણમાં જગાવી નવી હલચલ : 'નીતીશ સેતુ' પહેલા ખાસ સંકેત : રાઘોપુરમાં નિશાંત કુમારને ધક્કો મારવાના વિવાદ બાદ નીતિશ કુમાર અને સીએમ સમ્રાટ ચૌધરીની આત્મીય મુલાકાતની તસવીરે રાજકીય અટકળો તેજ : પીએમ મોદીના હસ્તે 'નીતીશ સેતુ' ના લોકાર્પણ પૂર્વે બંને નેતાઓની નિકટતાના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે10:25 AM IST
"તમે ૧૦૦ વાર પણ ફરિયાદ કરી શકો છો": જાતીય ગુનાઓના ફરિયાદીઓનો અલગ ડેટાબેઝ બનાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી : વારંવાર ફરિયાદ કરનારાઓનો રેકોર્ડ રાખવાની જાહેર હિતની અરજી ફગાવતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચની મહત્વપૂર્ણ ટિપ્પણી : પીડિતોની ગોપનીયતા છતી થવાના જોખમ અને હાલની કાયદાકીય પ્રક્રિયાઓ પૂરતી હોવાનું જણાવી અરજી નકારી10:25 AM IST
સ્પાઇસજેટની મુશ્કેલીઓમાં વધારો: ૭૪% થી વધુ વિમાનો ગ્રાઉન્ડેડ અને વારંવાર ફ્લાઇટ્સ રદ થતા DGCA એ ફટકારી કારણદર્શક નોટિસ : ઓપરેશનલ ખામીઓ, નિયમોના ઉલ્લંઘન અને બાકી દંડ ન ચૂકવવા બદલ ઉડ્ડયન નિયમનકારે એરલાઇન પાસે ૭ દિવસમાં ખુલાસો માંગ્યો : બીજી તરફ, સંકટમાંથી બહાર આવવા સ્પાઇસજેટ બોર્ડે ₹૫,૫૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને આપી લીલી ઝંડી10:24 AM IST
તાજમહેલ જોવાની પાકિસ્તાની મંત્રીની ઈચ્છા અધૂરી રહી: ભારતે વિઝા નિયમોનો હવાલો આપી મુલાકાતની મંજૂરી નકારી : ત્રણ વર્ષ બાદ SCO સભ્યતા સંવાદ મંચમાં હાજરી આપવા પહોંચેલા પાકિસ્તાનના સંઘીય મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ અને હઝરત નિઝામુદ્દીન દરગાહ જવાની પરવાનગી ન મળતા રાજદ્વારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી : સરહદ પારના આતંકવાદ અને પહેલગામ હુમલાના મુદ્દે ભારતીય નેતાઓએ પાકિસ્તાનને ફરી ઘેર્યું10:23 AM IST
તાજમહેલ સંકુલમાં રાજકીય નારેબાજીથી ખળભળાટ: ભાજપ નેતાએ "તેજોમહલ" કહી લગાવ્યા નારા : ASI એ નોંધાવી પોલીસ ફરિયાદ : વર્લ્ડ હેરિટેજ વીકના પ્રથમ દિવસે જ મફત પ્રવેશ દરમિયાન ભાજપના બ્રજ પ્રદેશના નેતા રાજેશ રાઠોડનો 'રાધે-રાધે કમલ ખીલા દે' ના નારા લગાવતો ૩૪ સેકન્ડનો વીડિયો વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા : સુપ્રીમ કોર્ટના નિયમોના ઉલ્લંઘન બદલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે કડક કાર્યવાહીની માંગ કરી10:23 AM IST
અમદાવાદમાં આજે દિલજીત દોસાંઝના મેગા કોન્સર્ટમાં ૯૦ હજાર લોકો ઉમટવાની શક્યતા : પોલીસ તંત્ર સાબદું : બપોરે ૩ વાગ્યાથી મોટેરા સ્ટેડિયમ તરફના મુખ્ય માર્ગો બંધ : વાહનચાલકો માટે વૈકલ્પિક રસ્તા જાહેર : ૨ હજાર પોલીસકર્મીઓ, ૧,૫૦૦ ખાનગી સુરક્ષાકર્મીઓ અને એસઆરપીની ત્રણ કંપની તૈનાત : ૬૦૦ સીસીટીવીથી બાજનજર10:11 AM IST
૫૧ લાખનો પાડો છોટા સુલ્તાન દર મહિને ૩-કિલો ઘી ખાય જાય છેઃ ૮૦૦ કિલો વજન : પુષ્કર મેળામાં છોટા સુલતાન નામનો મુર્રાહ પ્રજાતિનો ૮૦૦ કિલોગ્રામ વજન ધરાવતો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો : ગ્વાલિયરથી લાવવામાં આવેલા આ પાડાની લંબાઈ ૯ ફૂટ અને ઊંચાઈ ૫.૫ ફૂટ છે તેની દેખભાળ પાછળ દરરોજ લગભગ ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ 9:54 AM IST
રેસ્ટોરન્ટ માલિકો ગ્રાહકોની સંમતિ વિના બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં: દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : હોટલ અને રેસ્ટોરન્ટમાં વસૂલાતા સર્વિસ ચાર્જ મુદ્દે દિલ્હી હાઈકોર્ટ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા :કોર્ટે 28 માર્ચ 2025 ના સિંગલ જજના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો 11:01 PM IST
ભાજપના રાજ્યસભા સાંસદ સતનામસિંહ સંધુને ઈડીનું સમન્સ : કરોડોના ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડની તપાસનો રેલો : ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલરને ૨૫ નવેમ્બરે જલંધર કચેરીએ હાજર થવા આદેશ : નાણાંની લેવડદેવડ અંગે પૂછપરછ થશે : ૩,૭૦૦ કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી એકત્ર કર્યાનો આરોપ : કંપનીઓમાંથી સંધુ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં નાણાં પહોંચ્યાની તપાસ11:35 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાSIR જેવી પારદર્શક પ્રક્રિયાનો વિરોધ કરીને કોંગ્રેસ ઘૂસણખોરો અને ગેરરીતિપૂર્ણ મતદાર નોંધણીને રક્ષણ આપવા માંગે છે: અજય મહાવરજી : ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ અંતર્ગત ભાવનગર અને ગોધરા ખાતે વિશાળ પદયાત્રા: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેમની ટીમ એક જ જૂઠાણું વારંવાર બોલીને તેને સત્ય સાબિત કરવાનો કુપ્રયાસ કરી રહી છે11:58 AM IST
રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીની ઉપસ્થિતિમાં નડિયાદ તાલુકાના નરસંડા ગામે યોજાઈ રાત્રિ સભા : રાજ્યપાલએ બાળ સંસ્કાર, નિર્વ્યસન, કન્યા કેળવણી, સામાજિક સૌહાર્દ, પ્રાકૃતિક ખેતી તથા પશુપાલન જેવા વિષયો અંગે ગ્રામજનોમાં કર્યું સકારાત્મક ઉર્જાનું સિંચન:સમર્પણ અને સદભાવ ભારતીય સંસ્કૃતિની મૂલ્યવાન આધારશિલા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી:ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો 51મો કાર્યક્રમ11:52 AM IST
મુસદ્દા મતદાર યાદીમાંથી બાકાત રહેલા નાગરિકો માટે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા : અગાઉ નોંધાયેલા મતદારો પણ કોઈપણ કાયદાકીય ડર વિના ફોર્મ-૬ ભરીને આખરી યાદીમાં નામ ઉમેરાવી શકશે : ખાસ સઘન સુધારણા (SIR) બાદ ફોર્મ-૬ની ઘોષણા અંગે ઊભી થયેલી મૂંઝવણ દૂર કરાઈ : દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને પંચે સ્પષ્ટ કર્યું કે અગાઉ મતદાર હોવા છતાં નવેસરથી ફોર્મ-૬ ભરવાથી કલમ-૩૧ હેઠળ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય2:44 PM IST
તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે ૨૬ નવેમ્બરે સંતવાણી એવોર્ડ અર્પણ સમારોહ : પૂ. મોરારીબાપુના હસ્તે કલાકારો અને સંતોનું સન્માન કરાશે : પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાતા કાર્યક્રમમાં સંત સુખરામજી બાપુની વંદના થશે, જ્યારે દેવરાજભાઈ ગઢવી, પ્રતાપભાઈ બારોટ, હિતેશગીરી ગોસાઈ અને સંજયભાઈ કાપડીને વર્ષ ૨૦૨૬ના સંતવાણી એવોર્ડ એનાયત કરાશે : તે જ દિવસે સવારે તલગાજરડાની દીકરીઓના સમૂહલગ્ન યોજાશે1:43 PM IST
વડનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘તાના-રીરી મહોત્સવ’:સુશ્રી હેતલ મહેતા જોષી અને સુશ્રી માલિની અવસ્થીને તાના રીરી એવોર્ડ એનાયત : વડનગર સંગીત, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું વૈશ્વિક પ્રતીક:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલો આ મહોત્સવ આજે વિશ્વફલક પર ગુંજી રહ્યો છે.:વડનગર આગામી સમયમાં વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે: હર્ષ સંઘવી 11:50 AM IST
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડા જિલ્લાની મુલાકાતનો બીજો દિવસ યોગ સાધનાથી શરૂ કર્યો : નરસંડા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાણાયમ, અનુલોમ-વિલોમ, કપાલભાતી, નૌકાસન, સવાસન, જેવા યોગ સતત એક કલાક કરાવી સૌને તંદુરસ્ત જીવનશૈલી જીવવા આહવાન કર્યું11:55 AM IST
પત્નિને ક્રુરતાથી પતાવી બહાર આવી પ્રવિણે પુત્રવધૂને કહ્યું-મેં તારી સાસુને મારી નાંખી છે! : મોરબી રોડની સ્કાય સોસાયટીમાં કલેશ-શંકાને લીધે હત્યાઃ ત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા ત્યારથી પતિ કામધંધો કરતો ન હોઇ શારદાબેનને બહાર કામે જવું પડતું: ત્યારથી પતિ વારંવાર ‘તારે આડાસંબંધ છે' એવું શંકા કરી ઝઘડો કરતો રહેતો પત્નિને પતાવી પ્રવિણ ઝેર પી ગયો હતોઃ ઝેર પીધેલી હાલતમાં બસમાં બેસી જુનાગઢ તરફ ભાગતો હતોઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ શેખ, પીએસઆઇ ડોબરીયા, ડી. સ્ટાફ ટીમે કલાકોમાં આરોપીને દબોચી લીધો : હત્યાનો ભોગ બનેલા શારદાબેન ચાર બહેન, બે ભાઇમાં ત્રીજા હતાં: નાના બહેન વેલનાથપરામાં રહેતાં ગીતાબેન અશોકભાઇ વઢુકીયાની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો : વચ્ચે પડેલી પુત્રવધૂ કાજલને સસરા પ્રવિણે ધક્કો દઇ બહાર કાઢી રૂમ બંધ કરી પત્નિને છથી સાત છરીના ઘા મારી દીધા2:16 PM IST
સામુ જોયું એમાં સામ-સામે ગાળાગાળી થઇ, ગુસ્સે થઇ ગનીએ છરીના ઘા ઝીંકી મનિષ પરમારને રહેંસી નાંખ્યો : ગાંધીગ્રામ એસકે ચોકમાં હત્યાઃ આરોપી ગની અને રીયાઝને રાતોરાત એલસીબી ઝોન-૨એ દબોચી લીધા : ડ્રાઇવીંગ કરવા સાથે ટીફીન સર્વિસનું કામ કરતો મનિષ જમીને પાન ફાકી ખાવા ગયો અને લોથ ઢળીઃ જામનગર તરફ ભાગી રહેલા આરોપીઓને દબોચી ગાંધીગ્રામ પોલીસને સોંપાયાઃ ગની તાજેતરમાં સાયબર ફ્રોડના ગુનામાં જેલમાંથી છુટયો છેઃ હત્યાનો ભોગ બનનાર મનિષ બે ભાઇમાં મોટો હતો : મનિષ મઢુલી પાને હતો, નાનો ભાઇ કિશન તેનાથી થોડે દૂર હતોઃ મનિષે નાના ભાઇ કિશનને ફોન કરી કહ્યું-મોમેડીયનના છોકરાઓએ માથાકુટ કરી છે, મારી સામે છરી કાઢી છે તું જલ્દી આવઃ કિશન પહોંચ્યો ત્યાં ઘા ઝીંકી દેવાયા હતાં: મનિષે લોહીલુહાણ હાલતમાં કહ્યું-સામુ જોવા પ્રશ્ને ગની અને રીયાઝે ગાળો દેતાં, મેં પણ સામે દીધી એમાં છરીના ઘા ઝીંકી દીધાઃ કિશને સારવાર માટે ખસેડયો પરંતુ હોસ્પિટલે મૃતદેહ જ પહોંચ્યો2:16 PM IST
સર્વોત્તમ ડેરીમાં ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિ : સ્થાપક અને એમડી એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : સિહોરના સર ગામ સ્થિત સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે સાતમાં દિવસે દીપ પ્રાગટ્ય કરાયું : સાત દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાની મંડળીઓના દરરોજ ૧૨૦૦થી ૧૩૫૦ કાર્યવાહકોએ આધુનિક પશુપાલનનું માર્ગદર્શન મેળવ્યું, ગામડે ગામડે અમૂલ પાર્લર શરૂ કરવા અને સેક્સ સોર્ટેડ સીમેન ડોઝના ઉપયોગ પર ભાર1:22 PM IST
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત : શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ5:41 PM IST
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ5:40 PM IST
યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો અને ખૌફનાક ધડાકો: કરવો હતો યુક્રેન પર હુમલો, પણ રશિયાની ઘાતક Kh-101 મિસાઈલ સીધી NATO દેશ પોલેન્ડની સરહદમાં ઘૂસી જતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : રશિયન મિસાઈલના રૂટ બદલાતા જ નાટો દેશો અને અમેરિકાના છાતીના પાટિયા બેસી ગયા: ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે પોલેન્ડમાં એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર જેટ્સ હાઈ એલર્ટ પર મુકાતા વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ અને ફફડાટ5:39 PM IST
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા અને વિનાશના એંધાણ: અમેરિકા-ઈરાન વચ્ચે સામસામા ભીષણ હુમલાઓ તેજ થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : બે મહિનાના વિરામ બાદ ફરી બારૂદની ગંધ અને મિસાઈલોના ધડાકાથી દુનિયાભરના દેશોના છાતીના પાટિયા બેસી ગયા: અમેરિકાએ ઈરાનના કેશ્મ ટાપુ પર હવાઈ હુમલા કરતા જ ભડકેલા ઈરાને બહેરીન અને કુવૈતના અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવતા ખાડી દેશોમાં ભારે ખળભળાટ અને ફફડાટ6:08 PM IST
વિશ્વ રાજકારણમાં ભૂકંપ સર્જનારી ઐતિહાસિક અને સનસનાટીભરી ઘટના: ચીનમાં શી જિનપિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મહાબેઠક: યુક્રેન અને ઈરાન મુદ્દે ખૂલીને ચર્ચાથી આખી દુનિયામાં ભારે હાહાકાર : વિશ્વની ત્રણ મહાસત્તાઓના સુપ્રીમો એક જ મંચ પર ભેગા થતા વૈશ્વિક નિષ્ણાતો અને દુશ્મન દેશોના છાતીના પાટિયા બેસી ગયા:અમેરિકન પ્રમુખે યુક્રેન યુદ્ધ અને ઈરાનના તણાવ મુદ્દે સીધી અને સ્પષ્ટ વાત કરતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ અને ગરમાવો6:07 PM IST
કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર : એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર5:41 PM IST
વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: દુનિયાની પ્રથમ ઐતિહાસિક ઘટનામાં તૂર્કિયેએ પાઈલટ વગરના ઘાતક ફાઈટર જેટ તૈયાર કરી એરફોર્સમાં સામેલ કરતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : આકાશમાં હવે માનવ પાઈલટ વિના જ AI અને રિમોટ ટેકનોલોજીથી સજ્જ ફાઈટર જેટ્સ દુશ્મનો પર ત્રાટકશે: તૂર્કિયેની આ ખૌફનાક સૈન્ય તાકાત જોઈને અમેરિકા, રશિયા સહિત દુનિયાભરની મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક યુદ્ધની રણનીતિ બદલાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને ફફડાટ5:39 PM IST
યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સનસનાટીભર્યો ધડાકો: યુક્રેનને અધધ ૪૯ અબજ ડોલરની જંગી લોન આપવા યુરોપિયન યુનિયનની તૈયારીથી રશિયા સહિત દુનિયાભરમાં ભારે હાહાકાર : યુરોપિયન યુનિયનના આ મહાકાય આર્થિક પેકેજની તૈયારી સાંભળીને યુદ્ધના મેદાનમાં નવા સમીકરણો સર્જાતા ક્રેમલિનના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરની આ જંગી લોનથી વૈશ્વિક અર્થતંત્ર અને યુક્રેન સંઘર્ષમાં ભારે ખળભળાટ અને ગરમાવો6:07 PM IST
ભારતીય પ્રવાસીઓ અને ટૂરિઝમ જગતમાં મોટો ભૂકંપ: જાન્યુઆરી ૨૦૨૭થી મલેશિયામાં વિઝા-ફ્રી એન્ટ્રી બંધ કરવાના સનસનાટીભર્યા નિર્ણયથી ભારે હાહાકાર : વિદેશ ફરવાના સપના જોતા લાખો પ્રવાસીઓના છાતીના પાટિયા બેસી ગયા:અચાનક વિઝા-ફ્રી સુવિધા બંધ થવાની જાહેરાતથી ટ્રાવેલ એજન્ટો અને મુસાફરોમાં ભારે ખળભળાટ: હવે પ્રવાસ મોંઘો અને જટિલ બનવાની દહેશત6:06 PM IST

























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

























































































































