<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશ લાવડીયાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૯ : યુવા એડવોકેટ અને રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઇ લાવડીયાનો આજે જન્‍મ દિવસ છે. મુળ વતન મોટા દડવા અને હાલ રાજકોટ ખાતે રેવન્‍યુ ક્ષેત્રે વકીલાતની પ્રેકટીસ કરતા હરેશભાઇ રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ. બેન્‍ક તથા રાજકોટ નાગરિક સહકારી બેન્‍કમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્‍ટ્રવાદની વિચારધારા સાથે રંગાયેલા હરેશભાઇ હાલ બે ટર્મથી  ભારતીય જનતા યુવા મોરચામાં રાજકોટ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજીક સંગઠન આહિર સ્‍ટુડન્‍ટ વેલ્‍ફેર ગ્રુપ, આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ, આહીર લીગલ  ફોરમ વગેરે સામાજીક સંગઠનો સાથે જોડાયેલા હરેશભાઇ લાવડીયા (મો.૭૮૭૮૫ ૫૧૪૫૬) ને આજે જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:53 AM IST)