તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
સામાજિક અગ્રણી જીતેન્દ્રભાઈ જોશીનો આજે જન્મદિવસ

રાજકોટ :. જીઈબી અને પીજીવીસીએલના નિવળત કર્મચારી (પૂર્વ સીનીયર એકાઉન્ટન્ટ) અને સામાજિક અગ્રણી જીતેન્દ્રભાઈ જોશીનો આજે તા. ૯ મે ના જન્મદિવસ છે. તેઓએ ૭૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ શીશુ કાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને રાષ્ટ્રવાદના વિચાર સાથે જોડાયેલ છે અને વિવિધ જવાબદારીઓ વહન કરી છે. આ ઉપરાંત તેઓ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, આર્ય સમાજ સહિતની વિવિધ સામાજિક સંસ્થાઓમાં જોડાઈને સેવાકાર્યમાં અગ્રેસરની ભુમીકા ભજવી છે. આજે તેમના જન્મદિવસે સામાજિક આગેવાનો, શુભેચ્છકો, મીત્રો પરિવારજનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.(મો. ૯૯રપર ૦૦૭૯૩)
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
