<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મુકેશ દોશી કે જીવન મેં ખુશીયા લાઇ, આજ જન્‍મદિન કી બધાઇ હો બધાઇ

રાજકોટઃ ‘સીખ રહા હું મૈં ભી મનુષ્‍યો કો પઢને કા હુન્નર, સુના હૈ ચેહરે પે કિતાબો સે જયાદા લિખા હોતા હૈ' આ પંકિત જેવો ભાવ રાજકોટ શહેર ભાજપના સુકાની શ્રી મુકેશ પી.દોશી અનુભવતા હશે. તેઓ અનુભવે માણસને પારખવામાં પારંગત થઇ ગયા છે. તેઓ માને છે કે સારા માણસ શોધવામાં થાકી જવા કરતા માણસમાં સારૂ શોધવામાં  ફાવી જઇએ. આ હકારાત્‍મક અભિગમ સાથેના જાજરમાન જીવનના ૬૦માં વર્ષમાં આજે પ્રવેશ કર્યો છે. (જન્‍મ તા. ૯ મે ૧૯૬૫) 

જસદણ તાલુકાના નાના એવા ભાડલા ગામના મૂળ વતની અને નોકરિયાત પરિવારમાંથી આવતા  મુકેશ દોશીએ પોતાની આવડત, કુનેહ, લાગણીશીલ સ્‍વભાવ તેમજ ઘસાઈને ઉજળા થવાની ભાવનાને લીધે સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટ મહાનગરના જાહેરજીવન, સમાજજીવન, સેવાક્ષેત્રમાં પોતાનું આગવું સ્‍થાન ઉભું કરેલ છે માનવતા જેના લોહીમાં વહે છે તેવા મુકેશભાઈ દોશી માત્ર દોશી પરિવાર જ નહીં રાજકોટ શહેરનું ગૌરવ છે.

શિશુ વયથી જ સંઘના સ્‍વયંસેવક હોવાના નાતે રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા હોય રાજકીય ક્ષેત્રમાં ભાજપમાં કાર્યકર્તા તરીકે જોડાઈને નાની મોટી અનેક જવાબદારીઓ સંભળી તેમજ લોકલડતો-યાત્રાઓમાં ભાગ લીધો. શહેર ભાજપ મંત્રી, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સફળ કામગીરી બજાવનાર મુકેશભાઈએ કોર્પોરેશનથી લઈને લોકસભાની ચૂંટણીમાં સક્રિય કામગીરી બજાવેલ છે. અને એક વર્ષથી રાજકોટ શહેર ભા. જ. પ.પ્રમુખ તરીકે કાર્યરત છે. ‘વહાલુડીના વિવાહ' સમુહલગ્ન તેમની સેવાકલગીનું વિશેષ આકર્ષક પાસુ છે.

 મુકેશભાઈ યુવાનોના રાહબર તરીકે યંગ સ્‍ટાર ક્‍લબ ઓફ રાજકોટ, દીકરાનું ઘર વળદ્ધાશ્રમ-ઢોલરા, વિવેકાનંદ યુથ ક્‍લબ, સાહિત્‍ય સેતુ, એન.જી.ઓ. ફેડરેશન, માતળભૂમિ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શ્રી નિધિ ક્રેડિટ સોસાયટી, રક્‍તદાન-ચક્ષુદાન-દેહદાન, થેલેસેમિયા જનજાગળતિ અભિયાન સમિતિ, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ ટ્રસ્‍ટ, કોટેચા ગર્લ્‍સ સ્‍કૂલ ટ્રસ્‍ટ, ભાડલા હવેલી સહિતની સંસ્‍થાઓના સુકાની તરીકેની જવાબદારી સંભાળે છે અને સેવાકીય, સામાજિક, રચનાત્‍મક અને માનવતાવાદી પ્રવળતિઓ કરી રહ્યા છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે.

મો. ૯૮રપ૦ ૭૭૭રપ રાજકોટ.

(2:54 PM IST)