તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આકાશવાણી નિવૃત (આસિસ્ટંટ એન્જિનિયર) અને જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતાનો આવતીકાલે તા.૧૦ ના ૬૬મો જન્મદિવસ છે. છેલ્લા ૧૭ વર્ષથી ભુજમાં આશાપુરા માતાજીએ ચાલીને જતા યાત્રિકો માટે આસો નવરાત્રી પૂર્વે પાંચ દિવસ ૨૪ કલાક પદયાત્રી કેમ્પનું ભુજમાં આયોજન કરે છે. તેઓએ અત્યાર સુધી ૩૦ વખત રકતદાન કરેલ, તેમજ ૪૦ રકતદાન કેમ્પનું આયોજન કરેલ, જેમાંથી ૧૩ રકતદાન કેમ્પ તો બેસણામાં કરેલ છે. નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં ૨૧ વર્ષથી માનદ મંત્રી તરીકે સેવા આપે છે જેમાં નવ વર્ષમાં ૩૫ ચક્ષુદાન તથા ૬ દેહદાન કરાવેલ છે. તેઓએ જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના ૨૩-૧૨-૧૬ થી કરેલ. મો.૯૪૨૮૫ ૦૬૦૧૧.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
