News of Monday, 13th May 2024
જેતપુર ભાજપ મહામંત્રી રાહુલ આસનાણીનો જન્મદિવસ

જેતપુર, તા., ૧૩: શહેરમાં કાપડના બીજનેસ સાથે સંકળાયેલ રાહુલભાઇ આસનાણીનો આજે જન્મદિવસ છે. તેઓ વ્યવસાયની સાથે રાજકીય ક્ષેત્રે પણ સારી નામના ધરાવતી હોય તેમના ઉપર ભાજપે શહેર મહામંત્રીની જવાબદારી મુકેલ છે. આ ઉપરાંત પોતાના સમાજમાં પણ સારી સેવા બજાવતા હોય ભારતીય સીંધુ સભા યુવા વીંગ-પ્રદેશ ઉપપ્રમુખ, લાડી લોહાણા સીંધી નવ યુવક મંડળ સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના ડીરેકટર તરીકે સેવા બજાવી રહેલ છે. મો.નં. ૯૯૯૮ર ૦ર૦ર૦.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
