<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ : આજે ઔડાના 48 માં સ્થાપના દિવસ નિમિત્તે SP રીંગરોડને સિક્સલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ફરતે આવેલો હયાત રીંગરોડ ફોર લેેનનો છે જેમાં હવે પ્રથમ ફેજમાં 37 km ના રોડને સિક્સલેન કરવામાં આવશે જેના માટે 848 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે જ્યારે બીજા ફેઈઝમાં 39 km રોડને સર્વિસ રોડ સાથે પહોળો કરાશે SP રીંગ રોડ 76 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઔડા દ્વારા એક વર્ષ અગાઉ સિક્સલેન રોડ કરવા માટેની ડિઝાઇન, ટ્રાફિક સર્વે અને જંકશન પર નવા ફ્લાય ઓવર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.આ રોડ સિક્સલેન બનશે પછી હાઇવેનો ટ્રાફિક સરળ થશે તેમ જ કોમર્શિયલ અને મુસાફરોના વાહનોનો સમય પણ બચશે. (વિજય વસાણી, અકિલા)9:38 PM IST

કેન્દ્રીય બજેટ લોકોના હિતમાં હોવું જોઈએઃ રોબર્ટ વાડ્રા : સૌથી મોટો મુદ્દો લાંબા સમયથી મોંઘવારીનો છે અને લોકો ખૂબ મુશ્કેલીમાં છે, : ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ જણાવ્યું છેકે, સરકાર પાસેથી આપણને બહુ ઓછી અપેક્ષાઓ છે. હું ઈચ્છું છું કે નિર્મલા સીતારમણ લોકોની વચ્ચે રહે, લોકોની વાત સાંભળે અને સૌથી મોટો મુદ્દો લાંબા સમયથી મોંઘવારીનો છે અને લોકો ખૂબ મુશ્કેલીમાં છે, બેરોજગારી છે. કુંભ ચાલી રહ્યો છે પણ ટ્રેનો, ફ્લાઇટ્સના ભાડા પણ વધ્યા છે. કેન્દ્રીય બજેટ લોકોના હિતમાં હોવું જોઈએ. મને લાગે છે કે તે ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ વિશે નથી, બધાએ એક થવું જોઈએ અને બજેટ દેશ અને લોકોના હિતમાં હોવું જોઈએ. 11:58 AM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારનું બજેટ ‘સિટીઝન ફર્સ્ટ’ સાકાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિકસિત ભારત @ ૨૦૪૭ માટે રાજ્યોને પણ સંપૂર્ણ વિકસિત બનાવવામાં આ સર્વસમાવેશી- સર્વગ્રાહી બજેટ મહત્વપૂર્ણ બનશે.:એગ્રીકલ્ચર-MSME-ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સ એમ ચાર એન્જિનને ગતિ આપતા વિષયો આવરી લેવાયા છે. :મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ અને મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીના પ્રાવધાન ગુજરાત માટે ઉપયોગી થશે.: ગિફ્ટ સિટીના IFSCમાં કાર્યરત નાણાંકીય એકમોને એકઝમ્પશન સહિતની અપાતી વિવિધ જોગવાઈઓ ૩૧ માર્ચ, ૨૦૩૦ સુધી લંબાવવાના નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર: કેન્દ્રીય બજેટને આવકારતા મુખ્યમંત્રી * MSMEને અપાયેલા પ્રોત્સાહનોથી ગુજરાતનું MSME સેક્ટર વધુ વિસ્તૃત બનશે. 7:01 PM IST