<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

લોધીકાના નૈમિષ વસોયાના જન્‍મ દિવસની સેવા પ્રવૃત્તિ સાથે ઉજવણી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા, તા.૩૦: લોધીકા તાલુકા શિવસેનાના ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા તથા ગીતાબેનના  પુત્ર નૈમિષનો આજે જન્‍મદિવસ છે. નૈમિષનો જન્‍મદિવસ અનોખી રીતે ઉજવવાનું આયોજન કરેલ છે આ નિમિત્તે તેમના બાળ મિત્રો સાથે મળી દિવસે ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ તેમજ કીડીને કીડીયારું આપવા તેમજ ચકલી બચાવો અભિયાન અંતર્ગત તેમના મિત્રો સાથે વાડી વિસ્‍તારમાં ચકલી ઘરનું વિતરણ કરશે તેમ જ હાલ અસહ્ય ગરમીને લઈ પક્ષીઓ સતત પાણીની શોધ માં હોય છે તેના માટે પાણીના કુંડાનું વિતરણ ઉપરાંત પર્યાવરણ બચાવો ના સૂત્રને સાર્થક કરવા મિત્રો સાથે વળક્ષારોપણ કરશે એટલું જ નહીં  વળક્ષોનુ જતનપૂર્વક  ઉછેરવાના પણ સંકલ્‍પ કરશે.

(11:46 AM IST)