<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સેવા ક્ષેત્રે બિનહરીફ ‘વિજય' : કાલે ભાજપ અગ્રણી કારિયાનો જન્‍મદિન

રાજકોટઃ જાહેર જીવનના ગગનમાં ચમકતા જાણીતા રઘુવંશી અગ્રણી  અને ભાજપ સાંસ્‍કૃતિક સેલના શહેર સંયોજક શ્રી વિજય કારિયાનો જન્‍મ તા.૪ જુન ૧૯પ૧ના દિવસે થયેલ. કાલે લોકલાગણીની સાર્વત્રિક સરસાઇ સાથે ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરશે.

બાલ્‍યકાળથી સંઘના સ્‍વયંસેવક, જનસંઘ કાર્યકર્તા તેમજ કોલેજ કાળમાં વિવિધ ક્ષેત્રમાં યુનિયન લીડર રહેલ, માર્કેટિંગમાં  એક જ કંપનીમાં ૨૩ વર્ષ કામ કરેલ અને મોરબી ની સિરેમિક કંપની માં ઓલ ઇન્‍ડિયા નેશનલ હેડ તરીકે કામ કરેલ છેલ્લે અમુલ ડેરી માં સૌરાષ્‍ટ્ર /કચ્‍છ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવેલ.  હાલ પોતાની મેનેજમેન્‍ટ કંપની સંભાળે છે. વિશ્વ હિન્‍દૂ પરિષદમાં આશરે ૩૦ વર્ષથી વધારે વિવિધ જવાબદારીઓ સંભાળેલ,  સંગીતનો શોખ હોવાને કારણે એક મ્‍યુઝિકલ સંસ્‍થા રાજકોટ સીટી થિયેટરમાં પ્રમુખની જવાબદારી સંભાળેલ, ફરમાઈશ ક્‍લબ સાથે જોડાયેલ,

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત રતનપર રામ મંદિરમાં ટ્રસ્‍ટીની જવાબદારી સંભાળેલ, મુંબઈ ટ્રાન્‍સમીડિયા ગુજરાતી સ્‍ટેજ એન્‍ડ સ્‍ક્રીન એવોર્ડસમાં છેલ્લા ૨૦ વર્ષથી જોડાયેલ, રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક સોરઠીયા વાડી શાખામાં શાખા વિકાસ સમિતિની જવાબદારી છે,  છેલ્લી ૨ ટર્મ થી ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરમાં સંસ્‍કળતિક સેલના સહ કન્‍વીનર તરીકે કાર્યરત છે.

મો. ૯૮૭૯પ પ૦૧૦પ-રાજકોટ.

(12:19 PM IST)