<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આંગણવાડી એ માત્ર બાળ સંભાળનું કેન્દ્ર નહિ, બાળકોના સર્વાંગી વિકાસની પ્રથમ શાળા: મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા : ગાંધીનગર ખાતેથી મંત્રીશ્રીના હસ્તે રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડીનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત : પરંપરાગત પદ્ધતિથી રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧‌ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત : GSPCના CSR ભંડોળ અંતર્ગત Light Guage Steel Frame (LGSF) ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્‍દ્રોનું પણ લોકાર્પણ : ભૂલકામેળાના વિજેતા બાળકોના કૌશલ્યને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા4:09 PM IST

શહેરી વિકાસ વર્ષમાં ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાતા વિકાસ કામોને વધુ વેગવાન બનાવતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય : વિવિધ યોજનાઓ અન્વયેની ગ્રાન્ટમાંથી નગરોમાં હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં ૫૦ ટકાનો વધારો કરતા મુખ્યમંત્રી : વિકાસ કામો શરૂ કરવામાં વિલંબ નિવારીને ગ્રાન્ટનો મહત્તમ સદુપયોગ સુનિશ્ચિત કરવાનો વહિવટી સરળીકરણ માટે મુખ્યમંત્રીશ્રીનો ઉદાહરણરૂપ નિર્ણય : નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં ૧૦૦ ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે : ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ૭૦ લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક - વહીવટી મંજૂરી આપી શકાશે : ‘બ’ વર્ગમાં રૂ. ૫૦ – ‘ક’ વર્ગમાં રૂ. ૪૦ અને ‘ડ’ વર્ગમાં રૂ. ૩૦ લાખ સુધી કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે 12:51 PM IST

એશિયાઇ સિંહ, પાયાવાર પક્ષીઓ સહિત અબોલ જીવો માટે ગુજરાત ‘સુરક્ષિત રહેઠાણ' : તા.૪ સપ્‍ટેમ્‍બર એટલે રાષ્‍ટ્રીય વન્‍યજીવ દિવસ-૨૦૨૫: ઘુડખર, ડોલ્‍ફિન,ચિંકારા સહિત અનેક અબોલ જીવ ગુજરાતમાં સલામત : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્‍ય વન મંત્રી મુકેશભાઈ પટેલના નેતળત્‍વમાં આ વર્ષે પણ વિવિધ સ્‍વરૂપે ‘રાષ્‍ટ્રીય વન્‍યજીવ દિવસ'ની ઉજવણી કરાશે : આ રહ્યો ગુજરાતનો વૈવિધ્‍ય પૂર્ણ વન્‍યજીવ વારસો : ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્‍તી વધીને ૮૯૧ થઈ, વર્ષે અંદાજે ૧૮ થી ૨૦ લાખ દેશ-વિદેશી પક્ષીઓ રાજ્‍યની મુલાકાતે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં ૭,૬૭૨ ઘુડખર નોંધાયા,ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ‘ડોલ્‍ફિન' પ્રવાસીઓનું મુખ્‍ય આકર્ષણ, ચાલુ વર્ષે ઉતરાયણ પર્વ પર કરૂણા અભિયાન થકી ૧૫ હજારથી વધુ પક્ષીઓને બચાવી લેવાયા 3:34 PM IST