News of Tuesday, 4th June 2024
અર્જુન ખાટરિયાનો પ્રજા તરફી ટ્રેન્ડ, હંમેશા વિજય માર્ગઃ હેપ્પી બર્થ ડે

રાજકોટ : જિલ્લા પંચાયતમાં સતત ૪ વખત સભ્યપદે ચૂંટાઇને અનેરો ઇતિહાસ સર્જનારા જાણીતા જનસેવક શ્રી અર્જુન ઘનશ્યામભાઇ ખાટરિયાનો જન્મ તા. ૪ જુન ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનના ૪૯ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ સદાય પ્રજા તરફી વલણ રાખીને સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે.
શ્રી અર્જુન ખાટરીયા સતત ૪ ટર્મથી જિલ્લા પંચાયતમાં છે. ૧. વાર કારોબારી ચેરમેન, ર. વાર વિપક્ષ નેતા, ૧ વાર બાંધકામ સમિતિ ચેરમેન, ૩ ટર્મ કોટડા સાંગાણી યાર્ડના ચેરમેન રહ્યા છે. પતિ-પત્ની બને એક સાથે જિલ્લા પંચાયતમાં જીતીને આવ્યા હોય એવો પણ અત્યાર સુધીનો પ્રથમ પ્રસંગ છે. હાલમાં બીજેપીમાં કાર્યરત છે. આજે જન્મદિન નિમિતે શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.
મો. ૯૭૧૪૦ પપપપપ રાજકોટ
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
