<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના માનદમંત્રી કમલેશ મોદીનો જન્મદિવસ

રાજકોટઃ સ્‍થા.જૈન મોટા સંઘના માનદ્દ મંત્રી તથા રેસકોર્સ પાર્ક સ્‍થા.જૈન સંઘના ટ્રસ્‍ટી, તથા શ્રી નેમિનાથ વીતરાગ સ્‍થાનકવાસી જૈન સંઘમાં કારોબારી સભ્‍ય તરીકેની સેવા આપતા કમલેશભાઈ મોદી આજે 68 વર્ષ પૂર્ણ કરી 69 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ રાજકોટ જિલ્લા સહકારી પ્રેસ લિમિટેડ માં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 58 વર્ષે નિવૃત્ત થયેલ, પરંતુ કંપનીએ તેઓને 68 વર્ષે પણ પ્રવૃત રાખેલ છે તેઓએ આજના જન્‍મદિવસ અવસરે અર્હમ યુવા સેવા ગ્રુપ (ગીત ગુર્જરી - રેસકોસ પાર્ક રાજકોટ)ખાતે છાશ વિતરણ કેન્‍દ્રમાં છાશ પીવડાવવાનો લાભ લીધેલ છે.તેઓ સાધુ સાધ્‍વીજીઓની વયાવચ્‍ચમાં પણ તેઓ અગ્રસર રહે છે. ગુરુણી મૈયા શાસન ચંદ્રિકા પ. પૂ.હીરાબાઈ મ.સ. ના સુશિષ્‍યા તપસ્‍વી રત્‍ના પૂ. સ્‍મિતાજી મ.સ. પ્રેરિત સેવા કાર્યોમાં તેઓ સરાહનીય સેવા પ્રદાન કરવામાં અગ્રેસર હોય છે.

મો.નં. 98255 11295

(2:50 PM IST)