૧:૫૫ સુધીમાં કોર્ટ ખાલી કરજો : રાજકોટ સહિત રાજ્યની ૬ કોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાની મળી ધમકીઓ : તમિલ લીબરેશન મુવમેન્ટના મોહમ્મદ અસલમ વિક્રમના નામે રાજકોટ સહિતની કોર્ટને ઇ-મેઇલથી ધમકી મળતાં કોર્ટ ખાલી કરાવાતાં અફડાતફડીઃ શહેર એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે ખુણેખુણા ચેક કર્યાઃ સબ સલામત : અગાઉ પણ રાજકોટ સહિત રાજ્યની અલગ અલગ કોર્ટને આવી ધમકીઓ મળી હતીઃ આજે ફરી ધમકી મળતાં પોલીસ કમિશનરની સુચનાથી એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, યુવિનર્સિટી પોલીસની ટીમોએ તુરંત પહોંચી તપાસ કરીઃ ઇ-મેઇલ મોકલનાર અંગે સાયબર ક્રાઇમની ટીમે તપાસ આરંભી : રાજકોટ ડીસ્ટ્રીક્ટ જજને ઇ-મેઇલ મળતાં પોલીસ કમિશનરને જાણ કરીઃ તુરત જ ઉઘડતી કોર્ટએ જજ, વકિલો સહિતે બહાર જવા સુચના અપાઇ : કોર્ટ કાર્યવાહી નહિ થવાને કારણે આજના તમામ કેસોમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરવામાં આવીઃ બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા2:55 PM IST
યમનનું સ્વર્ગ બન્યું પ્રવાસીઓ માટે 'કેદ': સોકોત્રા ટાપુ પર ફસાયેલા 600 મુસાફરો માટે આશાનું કિરણ : સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના ભૌગોલિક તણાવને કારણે નવા વર્ષની ઉજવણી કરવા આવેલા સેંકડો વિદેશી સહેલાણીઓ અટવાયા: બુધવારથી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા જેદ્દાહ અને એડન મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા10:59 PM IST
આતંકવાદી સંગઠન લશ્કરની નવી નાપાક ચાલ: બહાવલપુરથી 'ગઝવા-એ-હિંદ'નું એલાન: PM મોદીને ખુલ્લેઆમ ધમકી અને પાકિસ્તાની સેના સાથે હોવાના દાવા બાદ ભારતીય એજન્સીઓ હાઈ-એલર્ટ પર : પાકિસ્તાનમાં આતંકવાદીઓનો બેફામ પ્રચાર અને ભારતીય લોકશાહી સામેના ષડયંત્રો ફરી એકવાર સપાટી પર આવ્યા : લશ્કર-એ-તૈયબાના કમાન્ડર દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ધમકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ફરીથી બેનકાબ કર્યો 10:45 PM IST
સુપ્રીમ કોર્ટનો કડક આદેશ: પ્રદૂષણ મુદ્દે CAQM ની આળસ પર લાલઘૂમ : 14 દિવસમાં નિષ્ણાતોની બેઠક બોલાવવા અને પ્રદૂષણના અસલી 'વિલન' શોધવા કડક નિર્દેશ : દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ હવે કટોકટીનું સ્વરૂપ ધારણ કર્યું : સુપ્રીમ કોર્ટે આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) ને બરાબરનું ખંખેર્યું10:58 PM IST
બાળકોના સ્વાસ્થ્ય માટે બ્રિટનનો માસ્ટરસ્ટ્રોક: રાત્રે 9 વાગ્યા પહેલા ટીવી પર જંક ફૂડની એડ્સ પર પ્રતિબંધ: ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ બિનઆરોગ્યપ્રદ ખોરાકની જાહેરાતો ગાયબ : બ્રિટન સરકારે આવનારી પેઢીને બીમારીઓથી બચાવવા માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું : જંક ફૂડની લલચામણી જાહેરાતો પર કાપ મૂકીને બાળકોને સ્થૂળતા અને દાંતના સડા જેવી ગંભીર સમસ્યાઓથી દૂર રાખવા માટેના કડક નિયમો હવે અમલી 10:44 PM IST
SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે ફેલાઈ રહી છે ખતરનાક 'APK ફાઈલ': એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ થઈ જશે સાફ : ડિજિટલ યુગમાં બેંકિંગ જેટલું સરળ બન્યું છે, તેટલું જ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકોને નિશાન બનાવીને સાયબર ઠગોએ હવે એક નવો પેંતરો રચ્યો10:43 PM IST
મિશન મોડમાં નીતિશ કુમાર: મકરસંક્રાંતિ બાદ બિહારના ખૂણેખૂણે ગજવશે મુખ્યમંત્રી : 'પ્રગતિ યાત્રા'ના પ્રોજેક્ટ્સનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન અને લોકાર્પણનો ધમધમાટ : વહીવટી તંત્રમાં કસાકસ લાવવા અને વિકાસકાર્યોની જમીની હકીકત જાણવા માટે મુખ્યમંત્રીની આ મુલાકાતને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે : જેનો રોડમેપ હવે તૈયાર 10:42 PM IST
ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર અને પાટાપિંડી: અમેરિકી કસ્ટડીમાં વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની દયનીય હાલત : પાંસળીઓમાં ફ્રેક્ચરની આશંકા : વેનેઝુએલાના પદભ્રષ્ટ શાસક નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો અને ઓપરેશનની પદ્ધતિ પર સવાલો ઉભા થયા 10:41 PM IST
અમેરિકાની બેવડી નીતિ પર પુતિન લાલઘૂમ: સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી વગર પશ્ચિમી દેશોએ અનેક દેશોમાં તબાહી મચાવી હોવાનો રશિયન પ્રેસિડેન્ટનો ગંભીર આક્ષેપ : પુતિને સવાલ ઉઠાવ્યો હતો કે, અમેરિકા અને તેના સાથી દેશોએ યુગોસ્લાવિયા, ઈરાક, લિબિયા અને સીરિયા પર હુમલા કર્યા ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ક્યાં હતા: શું તેમને યુનોની મંજૂરી મળી’તી? પુતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમી દેશો પોતાની મનમાની કરે છે અને તેને જ ‘આંતરરાષ્ટ્રીય કાયદો’ ગણાવે છે9:08 PM IST
પાકિસ્તાનનો 'સરન્ડર' પ્લાન: ઓપરેશન સિંદૂર રોકવા અમેરિકામાં 60 થી વધુ ગુપ્ત બેઠકો અને 45 કરોડની લોબિંગ : ટ્રમ્પને નોબેલ અપાવવાની લાલચ આપી : પાકિસ્તાનનો ભારત પ્રત્યેનો ડર અને અમેરિકા સામે ઘૂંટણિયે પડવાની આદત ફરી એકવાર વૈશ્વિક સ્તરે છતી થઈ : યુએસ સરકારી દસ્તાવેજોના તાજેતરના ખુલાસાએ સાબિત કરી દીધું છે કે 'ઓપરેશન સિંદૂર'થી બચવા માટે પાકિસ્તાને કેવી રીતે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા અને ટ્રમ્પ પ્રશાસનને રીઝવવાના આટાપાટા કર્યા11:08 PM IST
દુનિયા પર 'ગેરિલા વોર'નું સંકટ? કોલંબિયાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને લલકાર્યા- "હિંમત હોય તો મને પકડી બતાવો, હું તૈયાર છું" : વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ કોલંબિયા લાલચોળ; પૂર્વ ગેરિલા નેતા ગુસ્તાવો પેટ્રોએ અમેરિકાને આપી સશસ્ત્ર ક્રાંતિની ચેતવણી, જગુઆર જેવો ફાટી નીકળશે લોકરોષ8:46 PM IST
વિદ્યાર્થી રાજકારણમાં સુધારાની અરજી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: લિંગદોહ સમિતિના નિયમો મામલે અરજદારને ખખડાવ્યા, કહ્યું- "આ માત્ર પ્રચાર મેળવવાનું નાટક છે" : યુનિવર્સિટી ચૂંટણીઓમાં 'મની અને મસલ પાવર' રોકવા માટે થયેલી PIL ફગાવી; CJI સૂર્યકાંતે અરજીને ગણાવી 'પબ્લિસિટી સ્ટંટ', જાણો શું છે આખો વિવાદ7:42 PM IST
બાંદામાં ન્યાયનો વિજય: 6 વર્ષની માસૂમ પર અત્યાચાર ગુજારનાર નરાધમને ફાંસીની સજા, માત્ર 56 દિવસમાં કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો : માસૂમની જીભ કાપી નાખનાર અને હાડકાં તોડી નાખનાર રાક્ષસ અમિત રાયકવારને કોર્ટે ગણાવ્યો માનવતાનો દુશ્મન; પીડિતાના પિતાએ નરાધમને આંગણામાં લોહીલુહાણ હાલતમાં પકડ્યો હતો7:32 PM IST
દરેક માનવીના શરીરમાં છુપાયેલા છે ‘પારકા' કોષોઃ માતા અને બાળકના અતૂટ સંબંધનો વૈજ્ઞાનિક પુરાવો : ગ્રીક દંતકથાઓ જેવી સ્થિતિઃ બાળકના જન્મના ૨૭ વર્ષ બાદ પણ માતાના શરીરમાં બાળકના જીવંત કોષો મળી આવ્યાનો ધડાકોઃ તમારા શરીરમાં તમારા પોતાના કોષો સિવાય બીજા કોઈના કોષો પણ જીવંત છે મનુષ્યનું શરીર એક ‘કાઈમેરા' (મિશ્ર પ્રજાતિ) જેવું છે, ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક વચ્ચે માત્ર લોહીનો જ નહીં, પરંતુ કોષોનો પણ જે વિનિમય થાય છે તે જીવનભર શરીરમાં સચવાયેલો રહે છે11:26 AM IST
શનિવારે સોમનાથ અને રવિવારે રાજકોટના અતિથિ બનશે વડાપ્રધાન મોદી : રાજકોટ સાથે નરેન્દ્રભાઇનો આત્મીયતાનો નાતો ૨૦૦૧માં મોદી મુખ્યમંત્રી બન્યા નહીં પરંતુ તેમને બનાવાયા સલામત નહીં પણ અર્થસભર બેઠક હતી રાજકોટ ૨: આ બેઠક ઉપર વિધાનસભા ચૂંટણી જીતી ખરા અર્થમાં મુખ્યમંત્રી બન્યા મોદીઃ પ્રચારક બન્યા રાજ્યના ભાગ્ય લેખક : મોદી આજે પણ રાજકોટ ની આ જીત ને રાજકોટ ની જનતા નું ઋણ માને છેઃ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ૨૦૧૪ થી ૨૦૨૬ દેશ ના યશસ્વી વડાપ્રધાન ખરેખર રાજકોટ માટે ગૌરવ રાજકોટમાં મારવાડી યુનિવર્સીટી ખાતે યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ વાયબ્રન્ટ સમિટ10:53 AM IST
કોંગ્રેસના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પુણેના વિકાસના પ્રણેતા સુરેશ કલમાડીનું ૮૧ વર્ષની વયે દુઃખદ નિધન : લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા : ભારતીય વાયુસેનાના પૂર્વ સ્ક્વોડ્રન લીડર અને ૧૯૬૫-૭૧ના યુદ્ધના લડવૈયા કલમાડીના નિધનથી રાજકીય-ખેલ જગતમાં શોક : પુણે ફેસ્ટિવલ અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ભજવી હતી પાયાની ભૂમિકા10:29 AM IST
EPFO ના નિયમોમાં થશે મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ, 15 હજારની 'સેલેરી લિમિટ' વધારવા પર 4 મહિનામાં લેવો પડશે નિર્ણય : છેલ્લા 11 વર્ષથી પગાર મર્યાદા યથાવત હોવાથી લાખો કર્મચારીઓ પીએફના લાભથી વંચિત; કોર્ટે કહ્યું- વધતી મોંઘવારી અને લઘુત્તમ વેતનને ધ્યાને રાખી સરકાર જલ્દી પગલાં ભરે9:07 PM IST
યુક્રેન યુદ્ધ મામલે પેરિસમાં મહાસંમેલન: ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ હાજરી આપવા યુરોપ પહોંચશે: યુક્રેન યુદ્ધની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ શકે : રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ અને યુક્રેનની સુરક્ષા ગેરંટી મુદ્દે ફ્રાન્સની રાજધાની પેરિસમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક 10:13 PM IST
ઈરાનનો ખૂની ખેલ: ઈઝરાયેલના ગુપ્તચર વિભાગનો ધડાકો: સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાની હત્યાનું ઈરાનનું કાવતરું: જૂની દુશ્મની ભૂલીને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ આપ્યું એલર્ટ : સીરિયાને ઈરાન અને અન્ય શત્રુ તત્વોના ખતરનાક પ્લાન અંગે ગુપ્ત માહિતી આપી: 'વાલા' ન્યૂઝનો સનસનીખેજ રિપોર્ટ: ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓને માહિતી મળી હતી કે ઈરાન સીરિયાના નવા નેતૃત્વને અસ્થિર કરવા અને રાષ્ટ્રપતિ અહમદ અલ-શરાને ખતમ કરવા માંગે છે11:05 PM IST
સંક્ષિપ્ત સમાચારો:12:45 AM IST
દરેક માનવીના શરીરમાં છુપાયેલા છે ‘પારકા’ કોષો: માતા અને બાળકના અતૂટ સંબંધનો વૈજ્ઞાનિક પુરાવો : ગ્રીક દંતકથાઓ જેવી સ્થિતિ: બાળકના જન્મના ૨૭ વર્ષ બાદ પણ માતાના શરીરમાં બાળકના જીવંત કોષો મળી આવ્યાનો ધડાકો: તમારા શરીરમાં તમારા પોતાના કોષો સિવાય બીજા કોઈના કોષો પણ જીવંત છે: *મનુષ્યનું શરીર એક ‘કાઈમેરા’ (મિશ્ર પ્રજાતિ) જેવું છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળક વચ્ચે માત્ર લોહીનો જ નહીં, પરંતુ કોષોનો પણ જે વિનિમય થાય છે તે જીવનભર શરીરમાં સચવાયેલો રહે છે1:26 AM IST
ઈરાનમાં ભયંકર વિદ્રોહ: મોંઘવારીથી ત્રસ્ત જનતાનો આક્રોશ ચરમસીમાએ, સેંકડો સ્થળોએ હિંસક અથડામણો: સ્થિતિ સ્ફોટક અને ગૃહયુદ્ધ તરફ જઈ રહી હોવાનો ભય : ઈરાન હવે સળગતા જ્વાળામુખી પર: ૨૬ પ્રાંતોના ૭૮ શહેરોમાં વિરોધની આગ પ્રસરી, સુરક્ષા દળો દ્વારા સીધો ગોળીબાર: મૃત્યુઆંક ૩૦ને પાર, સેંકડો ઘાયલ, હજારોની ધરપકડ9:47 AM IST

ધાર્મિક વિધિ

આઈસ સ્કેટિંગ

વિરોધ પ્રદર્શન

આક્રોશ.....
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ બાદ હવે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી : મધરાત્રે આવેલા મેઈલથી ન્યાયતંત્રમાં ખળભળાટ : જુઓ વિડીયો : કોર્ટ પરિસરમાં પ્રવેશબંધી અને પોલીસ છાવણીમાં ફેરવાયું : ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે ખૂણેખૂણા ફેંદી માર્યા : પ્રિન્સિપલ જજના આદેશ બાદ કામકાજ સ્થગિત11:25 AM IST
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સ્થાને શિહોર ખાતે 'દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ' યોજાયો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, દરેક દિવ્યાંગજનના જીવનમાં સકારાત્મક પરિવર્તન દેખાઈ રહ્યું છે: દેશમાં દિવ્યાંગજન તરફ દયાભાવ નહીં, સન્માનભાવથી જોવામાં આવી રહ્યું છે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા:૧૯૮ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨૬.૫૩ લાખના ૩૬૨ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ7:10 PM IST
પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવતા આજે યુવાનો અને શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા: રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા : ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૫-૨૬” યોજાયો: રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને કુલ રૂ. ૯૧ લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ:રાજ્યમાં રૂ. ૭.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું: રાજ્યમાં ગાભણ-વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી આપીને મંત્રીએ દાણ વિતરણનો પ્રારંભ કરાવ્યો 7:04 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા:મુખ્યમંત્રીએ દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના દિશાનિર્દેશો આપ્યાં: ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાયઃ મુખ્યમંત્રી 6:35 PM IST
શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો અને ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં 528. 35 કિમીનો વધારો : રાજ્યના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત, ૩૦ શહેરોમાં વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠાનાં કામો પ્રગતિ હેઠળ : SCADA સિસ્ટમ થકી મુખ્ય મહાનગરોમાં પાણીના સમાન વિતરણ અને અન્ય જળ સંસાધન સંબંધિત સેવાઓનું ડિજિટલ મોનિટરિંગ થાય છે : ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લાગુ થઈ રહ્યું છે ‘મિશન ડેઇલી વૉટર સપ્લાય’11:54 AM IST
સુરતના ગુન્હામાં ગાધડકાનો આરોપી ઝડપાયો 1:50 PM IST
રોજગાર અને તાલીમ નિયામક કચેરીના નવીનકરણ બાદ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું ઉદ્ઘાટન : રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ:કુલ ૧૪ ઓફિસ, ૪૮ વર્ક-સ્પેસ, સુવ્યવસ્થિત સ્ટોરેજ સુવિધા, હાઇસ્પીડ ઇન્ટરનેટ, રિફ્રેશમેન્ટ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ:આઇ.ટી.આઇ. ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Trainingના પ્રોગ્રામ શરૂ કરાવા MOU કરાયા7:06 PM IST
વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ: હર્ષ સંઘવી : એ.બી.વી.પી. ગુજરાતના ૫૭ માં પ્રદેશ અધિવેશનને ખુલ્લુ મુકતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી :આણંદ જિલ્લા પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ6:50 PM IST
PM માટે સોમનાથમાં દરિયા, જમીન અને આકાશમાં સુરક્ષાચક્ર રચાયું : વડા પ્રધાનનો ગુજરાત કાર્યક્રમ ઐતિહાસિક સોમનાથ મહાદેવથી શરૂ થવાનો હોવાથી ત્રણ દિવસ સુધી ઓમકાર નાદ ગુંજશે, શણગારેલા ૧૦૮ અશ્વો સોનામાં સુગંધ માફક અદભૂત અહેસાસ કરાવશે જુનાગઢ રેન્જ વડા નિલેશ જાજડિયા, એસપી જયદીપસિંહ જાડેજા ટીમ ૧૫૦૦ પોલીસ ફોર્સ સાથે મેદાનેઃ બહારથી દોઢ ડઝન એસપી લેવલના IPSનું આગમનઃ દિલ્હીથી SPG પોહચી11:26 AM IST
રાતે બે વાગ્યે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ RDXથી ઉડાડી દેવાની ધમકીઃ પ્રવેશબંધી જાહેર : અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પછી સિલસિલો હજુ ન અટકતા ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં કોર્ટના ઓફિશયલ ઇમેઇલ પર ધમકી મળતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બોમ્બ સ્કોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ, sog અને સ્થાનિક પોલીસનો કાફલો કોર્ટમાં ઉતારી દીધો JCP ક્રાઇમ, ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરે સતત મોનીટરીંગ કરી રહ્યા છેઃ સીપી દ્વારા ઇમેઇલની ચકાસણી સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈન ટીમને સુપ્રતઃ ભારે ધમધમાટ4:16 PM IST
ગુજરાત રાજ્યના ૩,૬૯૧ નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન: બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા : બાળકોના ભણતરમાં ગુણાત્મક બદલાવ પર વિશેષ ભાર : કાર્યકરો આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ આપશે : વિવિધ એપ્લિકેશન અને મોડ્યુલના ઉપયોગથી બાળકોની પ્રગતિનું ટ્રેકિંગ વધુ સચોટ બનશે11:49 AM IST
ટીલાળા ચોકમાં ડમ્પરે બાઇકને ઉલાળ્યું: સાત વર્ષની નૈતીનું મોતઃ પિતા ભાવેશભાઇને ઇજા : નવા ૧૫૦ રીંગ રોડ પર બનાવ : જશરાજનગરના વખારીયા-વણિક પરિવારમાં શોકની કાલીમા : પ્લાસ્ટીકના દાણાના વેપારી દિકરીને આટો મરાવવા નીકળ્યા ત્યારે બનાવઃ નૈતી પીએન્ડબી સ્કૂલમાં ધોરણ-૧માં ભણતી હતી : લગ્નના બાવીસ વર્ષ બાદ ભાવેશભાઇને ત્યાં દિકરીનો જન્મ થયો હતોઃ એકની એક લાડકવાયી હતીઃ લોધીકા પોલીસે કાર્યવાહી કરી2:50 PM IST
ન્યારા સદ્ગુરૂદેવ ધ્યાન મંદિર ખાતે ચાલતી ભાગવત કથામાં ભગવાન મુરલી મનોહરના જયઘોષ : શ્રી કૃષ્ણના બાલચરિત્ર, માખણ ચોરના પ્રસંગે ગોવર્ધનધારી ઉપર ભકતજનોની પુષ્પવૃષ્ટિ : મીરાબેન ભટ્ટ અને શ્યામસુંદરદાસજી મહારાજ મધુર સંગીતમય શૈલીમાં સમુહપાઠ અને કથાવાણીનો અમૃત લાભ મેળવી ભકતજનો ઝુમી ઉઠયાઃ દરરોજ આરતી-પૂજન, સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન 1:22 PM IST
ફ્રુટનો ધંધાર્થી રેલનગરનો અમીનશા અને બે મિત્રો અરમાન અને મોહસીન રિક્ષામાં ગાંજા સાથે ઝડપાયા : માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે કાર્યવાહીઃ ચોટીલા ગ્રાહકને કેળા આપવા ગયો ત્યાંથી ગાંજો લાવ્યાનું રટણ ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, જે.વી.ગોહિલ, હરપાલસિંહ ઝાલા, સલીમભાઇ મકરાણી અને ટીમની કાર્યવાહી4:09 PM IST
ભોમેશ્વરપ્લોટ ફાટક પાસે બાબજી એપાર્ટમેન્ટની છત પરથી વ્હોરા યુવાનની લોહીભીની લાશ મળીઃ ખળભળાટ : માતાના અવસાન પછી ૪૦ વર્ષનો અપરિણીત યુવાન અબ્બાસ મર્ચન્ટ એકલો રહેતો હતો : વ્હોરા સોસાયટીમાં રહેતાં બહેન શમીનાબેન ત્રણેક દિવસથી ફોન જોડતાં હતાં: સતત નો-રીપ્લાય થતાં આજે રૂબરૂ આવ્યા ત્યારે ચોથા માળે ફલેટ નં. ૪૦૨ ખુલ્લો જોવા મળ્યાઃ અગાસીએથી ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યોઃ ત્રણેક દિવસ પહેલા શું બન્યું? તે અંગે ક્રાઇમ બ્રાંચ-ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ મૃતદેહ નજીકથી શાક સુધારવાની છરી મળીઃ આપઘાત કે હત્યા? : ડાયરી મળી તેમાં લખ્યું છે-મારે જીવવું નથી, મા-બાપ ગુજરી ગયા છે, ખાવા-પીવામાં તકલીફ પડે છેઃ આપઘાત કર્યાની શક્યતાઃ ડીસીપી બાંગરવા ઘટના સ્થળે પહોચ્યા3:05 PM IST
રાજકોટઃ રઘુવંશી યુવક કરણ ગણાત્રાએ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા ક્રેક કરી : જીપીએસસી દ્વારા લેવાયેલી સુપર ક્લાસ-૩ની સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રાજ્યભરમાં ૨૨માં ક્રમે પાસ કરીને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું: કરણ ગણાત્રાનું ધ્યેય જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ડીવાયએસપી બનીને સમાજ સુરક્ષા માટે સેવા આપવાનું3:44 PM IST
રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરો : વ્યવસાય વેરો નાબુદ કરો : કન્વેન્શન સેન્ટર સ્થાપો : કન્ટેનર ડેપો સ્થાપો : રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ વેપાર-ઉદ્યોગોને લગતી માંગણી કરી : વાયબ્રન્ટ ગુજરાતને આવકાર : ગૌરવની બાબત : વિકાસ - બિઝનેસના નવા દ્વાર ખુલશે3:53 PM IST
રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ (રીયાર)ના વર્ષ ૨૦૨૬ ના પ્રમુખ તરીકે હિતેશ રાજદેવની નિમણૂક : નવા સભ્યોની નોંધણી ૩૧ જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશેઃ સભ્ય બનવા માટે પ્રમુખ અથવા સેક્રેટરીનો સંપર્ક કરવા અનુરોધ કાલે હોટેલ સયાજી ખાતે ઈન્સ્ટોલેશન સેરેમનીઃ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અક્ષયકુમારજીના આશીર્વાદ પ્રાપ્ત થશે3:14 PM IST
કચ્છનો દરિયાકાંઠો 'બ્લૂ ઇકોનોમી'નું પાવરહાઉસ બનશે: મત્સ્યોદ્યોગ સાથે હવે દરિયાઈ શેવાળની ખેતી દ્વારા આવક : જખૌમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિક જેટી તથા હાર્બર બનશે, રાજકોટ વાઇબ્રન્ટ સમિટમાં કચ્છ-સૌરાષ્ટ્રની સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે હાંસલ સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે, હાલ કચ્છનાં કોરી ક્રીક વિસ્તારમાં દરિયાઈ શેવાળ ગ્લેશીલેરીયા પ્રજાતિની ખેતી 9:34 AM IST
કચ્છમા શેર બજારમાં ઇન્વેસ્ટની ટિપ બતાવતી એપ ડાઉનલોડ કરી રોકાણ કરતાં ૩૨ લાખ રૂપિયા ગુમાવ્યા : ઓનલાઇન ફ્રોડથી સાવધાન, રૂપિયા કમાવવાને બદલે ગુમાવવાનો વારો : ઝડપથી ઘણા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ફસાઈ પોતાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાના બનાવો ધ્યાનમાં હોવા છતાયે ઠગાઈ જનારાઓની સંખ્યા વધી રહી છે. તેનું મૂળ કારણ છે લાલચ !!9:36 AM IST
પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્રના તરવૈયાઓનો દબદબો : બે દિવસીય સ્વમીંગ સ્પર્ધામાં ર કીમીથી લઇને ૧પ કીમી સુધીની વિવિધ વય કેટેગરી મુજબ ૧૯ રાજયોના જોડાયા એક કિલોમીટરની રાષ્ટ્રીયકક્ષાની તરણ સ્પર્ધામાં પુરૂષ વિભાગના વિજેતા મહારાષ્ટ્રના રક્ષાનસિંહ નાદરે ર૦ મીનીટ ૪૩ સેકન્ડમાં ટાર્ગેટ પુર્ણ કર્યોઃ બીજા ક્રમે ગુજરાતના વીઆન ધવલકુમાર અને ત્રીજા ક્રમે ગુજરાતના માનસ માંકડ વિજેતાઃ ૧૪ વર્ષના બાળકોની તરણ સ્પર્ધામાં ગુજરાતના તનય પ્રથમ વિજેતા (૧૬ મીનીટ અને પ૦ સેકન્ડ)1:19 PM IST
પોરબંદર જિલ્લામાં વાર્ષિક ૮૮ હજાર મેટ્રીક ટન મત્સ્ય ઉત્પાદન : મત્સ્ય નિકાસ ક્ષેત્રે પોરબંદરનો વધતો દબદબો : બ્લ્યુ ઇકોનોમીનો વૈશ્વિક સ્તરે ઉદય પોરબંદરનું અત્યાધુનિક ફિશ પ્રોસેસીંગ અને નિકાસ ક્ષેત્રે ગુજરાતના આર્થિક વિકાસનું એન્જીન : રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં મત્સ્યોદ્યોગને લગતી વિવિધ પેનલ ડીસ્કશન તથા ઉદ્યોગ સાહસિકો સામે એમ.ઓ.યુ. કરી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોની આર્થિક સમૃધ્ધિ વધારવા પ્રયત્નો કરાશે1:33 PM IST
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતન બગસરા ખાતે 07થી 15 માર્ચ 2026 દરમિયાન પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્ય અને ભવ્ય ‘માનસ મેઘાણી’ કથાનું આયોજન : પૂ. મોરારિબાપુનો હ્રદયથી આભાર માનતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા લોકગાયક અભેસિંહ રાઠોડ : મેઘાણીબાપાની કથા માટે પોતાના અંતરનો સવિશેષ મનોરથ છે તેવી લાગણી પૂ. મોરરિબાપુએ વ્યક્ત કરી : વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતીનું મન મોર બનીને થનગાટ કરતું હોય તેવી પ્રતિત : કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીની 79મી પુણ્યતિથિ - 09 માર્ચના રોજ હોવાથી શ્રીરામ કથાનું વિશેષ મહત્વ 9:35 AM IST
પવિત્ર ધનુર્માસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને એમ્બ્રોઇડરી વર્કવાળાવાઘા-પ્રાકૃતિક શણગાર : પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન : મંગળા આરતી સ્વામિનારાયણ મંદિરના વડતાલ ધામ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ.શ્રી નૌતમ સ્વામીજી દ્વારા અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી 9:38 AM IST
મોરબીના આમરણ ગામની વિવેકાનંદ સ્કુલના 47 વિદ્યાર્થીઓ ભરેલી બસને હળવદના ઘણાંદ નજીક અકસ્માત : સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી : આમરણ ગામે આવેલ વિવેકાનંદ સ્કૂલના ધોરણ 9 અને ધોરણ 11 ના 47 વિદ્યાર્થીઓ તેમજ ચાર શિક્ષકો અને એક ડ્રાઇવર સહિત 52 વ્યક્તિઓ હળવદના રણમાં આવ્યા હતા અને પ્રવાસ પૂર્ણ કરી પરત આમરણ જઈ રહ્યા હતા ત્યારે બસ પલટી જતા દુર્ઘટના સર્જાઇ હતી4:16 PM IST
ધાંગધ્રા હાઈવે ઉપર ૬૪૩ બોટલ દારૂ ઝડપી લીધો4:30 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































































































