<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ચારણી સાહિત્‍યનું જતન અને સંવર્ધનનું કાર્ય કરતા પ્રવિણભાઇ મધુડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૧ : સાહિત્‍યના જતન માટે પુસ્‍તક પ્રકાશનનું ઉમદા કાર્ય કરી રહેલ ચારણ કવિ લેખક શ્રી પ્રવિણભાઇ મધુડાનો આજે જન્‍મ દિવસ છે. મુળીના રામપરડામાં જન્‍મેલા અને હાલ રાજકોટમાં ચારણી સાહિત્‍યનું સર્જન અને સંવર્ધનનું કામ કરતા પ્રવિણભાઇ સાહિત્‍ય ચિંતન મનન અને વાંચનનો શોખ ધરાવે છે. ચારણી સાહિત્‍યમાં અપાર સંશોધન કાર્ય કર્યુ છે. ૪૩ પુસ્‍તકોનું સંકલન અને સંપાદન તેમજ ૪૩ પુસ્‍તકોનું પ્રકાશન કરી ચુકયા છે. સ્‍વરચિત કાવ્‍ય રચના ૧૦૦૦ થી વધુ અને ૨૫૦૦ થી વધુ દોહાની રચના કરી ચુકયા છે. ગુજરાતી, નાગરી, હિન્‍દી અને વ્રજભાષાના જાણકાર છે. આઇશ્રી પુરામાં સાહિત્‍ય સંવર્ધન સંસ્‍થાન એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ છે. આજે તેમના જન્‍મ દિવસે તેમના મો.૯૫૧૦૯ ૯૫૧૦૯ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:57 AM IST)