<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાતમ-આઠમ આવી ગઇઃ કરો તૈયારી, નિકળી પડો ફરવા : ગોવા-મહાબળેશ્વર-માથેરાન-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-એમ્‍બીવેલી-ડેલા-પંચમઢી-સોમનાથ-દ્વારકા-સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-સાસણગીર-ઇગતપુરી-પોલો ફોરેસ્‍ટ-જૂનાગઢ-મુન્નાર-ઠેકડી-એલ્લપી-પુવાર આઇલેન્‍ડ-બેંગલોર-મૈસુર-ઉંટી-વાયનાડ-કુર્ગ-કુંબલગઢ-ઉદયપુર-આબુ-જેસલમેર-જવાઇ-ચિતોડગઢ-નાકો-ચંદરતાલ-સીમલા-મનાલી-કાઝા-ટાબો-સ્‍પીટીવેલી-લેહ-લદાખ-ગાંધીધામ-ભુજ-માંડવી-દિવ-શ્રીનાથદ્વારા સહિતના ડેસ્‍ટીશન્‍સ આકર્ષણનું કેન્‍દ્ર : ફોરેન ટુરમાં આ વર્ષે વિયેટનામ ‘હોટકેક' બન્‍યુઃ ફ્રી વિઝાને કારણે ફુકોક જવાનો જબ્‍બર ક્રેઝઃ હનોઇ, સાપા, દાનાંગ, ક્રુઝ સાથે બુકીંગ ફુલ : મલેશીયામાં કોલાલમ્‍પુર, લંકાવી, પીનાંગ, જેન્‍ટીંગ, પોર્ટડીકશન માટે પણ ઘસારોઃ એવરગ્રીન દુબઇ નાના-મોટા સૌકોઇની પસંદગી પામ્‍યું : સિંગાપુર, ફ્રુઝ, ઇન્‍ડોનેશિયા (બાલી), શ્રીલંકા, હોંગકોંગ, મકાઉ, ભૂટાન, જયોર્જીયા, અલ્‍માટી, ટીબલીસી, સ્‍વીઝરલેન્‍ડ, પેરીસ સહિત અબ્રોડ ફલાય કરવા સહેલાણીઓ આતુર 11:36 AM IST

રાષ્‍ટ્રપતિ દ્વારા જાહેર થયેલ ચંદ્રકોથી મુખ્‍યમંત્રી દ્વારા વિભૂષિત થયેલ આ ips/GPS અધિકારીઓ વિશે જાણવા જેવું : સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર, નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાનના પ્રણેતા અનુપમસિંહ ગેહલોત, નામ પ્રમાણે ગુણો પ્રજા માટે ધરાવતા રાજકોટ ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિત ૧૧૮ની પસંદગીથી અભિનંદન અપરંપાર : કેશોદ જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા સાથે સામાન્‍ય માણસની સુખાકારી યોજના ચલાવવા માટે જાણીતા એસપી બિપીનચંદ્ર ઠક્કર, રાજ્‍ય કેન્‍દ્રની લોક ઉપયોગી અને સામાન્‍ય માણસો માટેની યોજનામાં પણ કટકટાવાની ટેવ ધરાવતા અધિકારી હોય કે સ્‍ટાફ કે પછી તે અન્‍ય રાજ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હોય તો પણ પીછેહટ નહીં કરનાર ભુજ બોર્ડર એકમ અને રાજકોટ એકમના ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કળષ્‍ણકુમારસિંહ ગોહિલ વિગેરેનો સમાવેશ થયો છે3:37 PM IST

મેટોડામાં છેડતીનો આરોપ મુકી દિલીપસિંહની ગળુ કાપી હત્‍યા : હત્‍યાનો ભોગ બનનાર યુવાન મુળ ગઢડાના ચોસલા ગામના વતનીઃ પત્‍નિ બાળકોને છોડી સાતેક વર્ષથી મટોડામાં હંસાબેન ડાંગર સાથે રહેતાં હતાં: આ મહિલાના મકાનમાં ઉપરના માળે રહેતાં હાર્દિક મહિડાએ ‘મારી પત્‍નિની છેડતી શું કામ કરી?' કહી ઝઘડો કર્યો પછી સમાધાનના બહાને પટમાં બોલાવી મિત્રની મદદથી લોથ ઢાળી દીધીઃ દેવગામના કેતન ઉર્ફ બીટુ બગડાએ દિલીપસિંહને પકડી રાખ્‍યા, હાર્દિકે ગળા પર છરી હુલાવીઃ મેટોડા પોલીસે બંનેને રાતોરાત પકડી લીધાઃ હત્‍યા બાદ લાશ ઢસડી ઘાંસના મેદાનમાં મુકી દીધીઃ હત્‍યાનો ભોગ બનનાર દિલીપસિંહ બે ભાઇ, બે બહેનમાં ત્રીજા હતાં: તેના પત્‍નિ બાળકો વર્ષોથી રાજકોટમાં અલગ રહે છેઃ પરિવારમાં શોક11:03 AM IST