<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સાવરકુંડલા ભાજપ અગ્રણી રામદેવસિંહ ગોહિલનો જન્‍મદિવસ

સાવરકુંડલા, તા.૧૯: અમરેલી જિલ્લા યુવા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ, સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, છેલ્લા ૨૩ વર્ષથી ભાજપમાં સક્રિય રહી સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે સતત ત્રણ ટર્મ કામગીરી કરનાર રામદેવસિંહ ગોહિલનો આજે જન્‍મદિવસ છે.

હાલમાં તેઓ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા સાવરકુંડલાના પ્રમુખ તથા ગુજરાત રાજપૂત યુવા સંઘ સાવરકુંડલાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે છે, રાજકીય અને સામાજિક અગ્રણી તરીકે લોકસેવા અને સમાજ સેવા કર્તા, બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રામદેવસિંહ ગોહિલ નો આજે જન્‍મદિવસ હોય તેમના શુભેચ્‍છકો, મિત્રો અને સામાજિક અગ્રણીઓ તરફથી (મો. ૯૪૨૬૨૭૬૫૪૨) શુભકામના આપવામાં આવી રહી છે.

(9:55 AM IST)