
પુણેમાં રહસ્યમય બીમારીથી ગભરાટઃ એક મોતઃ ૧૪ વેન્ટિલેટર પરઃ ૭૩ સંક્રમિત : ગુઈલેન બૈરી સિન્ડ્રોમ(GBS)ના સતત નવા કેસ સામે આવી રહ્યા છેઃ જીબીએસ એક દુર્લભ સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેનાથી એકાએક માંસપેશીઓમાં નબળાઈ આવી જાય છે : મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો અને ઘરે ઘરે જઈને સર્વે શરૂઃ જીબીએસના લક્ષણોમાં હાથપગ સુન્ન થઈ જવું અને લાંબા સમય સુધી ઝાડા થવાનો સમાવેશ થાય છેઃ નબળાઈ આવી જાય છે10:47 AM IST
વીરતા પુરસ્કારોની જાહેરાત : મેજર મંજીત અને નાયક દિલવર ખાનને કીર્તિ ચક્ર, 14 વીરોને શૌર્ય ચક્ર, જુઓ સંપૂર્ણ યાદી : આર્મી મેજર આશિષ દહિયા,મેજર કુણાલ,સુબેદાર વિકાસ તોમર,સુબેદાર મોહન રામ,હવાલદાર રોહિત કુમાર ડોગરા (મરણોત્તર),મેજર સત્યેન્દ્ર ધનકડ,કેપ્ટન દીપક સિંહ (મરણોત્તર), આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઇશેથુંગ કિકોન, આસિસ્ટન્ટ ડાભી સંજય,હવાલદાર પ્રકાશ તમાંગ વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ અમન સિંહ હંસને શૌર્ય ચક્રથી સન્માનિત કરાશે12:44 AM IST
વિશ્વ વિખ્યાત ગઝલ સમ્રાટ પંકજ ઉઘાસને પદ્મ ભૂષણ અને દિગજ્જ ગાયિકા શારદા સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર:કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ અને ઝાયડ્સ કેડિલાના પંકજ પટેલને પદ્મભૂષણ એવોર્ડ : કુલ 7 પદ્મ વિભૂષણ - 19 પદ્મ ભૂષણ અને 113 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કારોની ઘોષણા: વિખ્યાત વાસ્તુકાર ચંદ્રકાન્ત સોમપુરા,સાહિત્યકાર સ્વ, ચંદ્રકાન્ત શેઠ અને જાણીતા કવિ તુષાર શુક્લને પદ્મશ્રી પુરષ્કાર :ફિલ્મ નિર્દેશક શેખર કપૂર અને સાધ્વી ઋતંભરાને પદ્મભૂષણ 10:45 PM IST
ગુજરાતના 9 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. : બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, IPS નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા,બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ 9 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે8:35 PM IST
પદ્મ પુરસ્કારો જાહેર :5 લોકોને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે ગુજરાતના સુરેશ સોનીને પણ પદ્મ શ્રી એનાયત : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને અભિનેત્રી વૈજયંતિ માલાને પદ્મ વિભૂષણ તેમજ મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપને પદ્મ ભૂષણથી નવાજયા : સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ તેમણે પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું8:23 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીયોનો દબદબો:કુશ દેસાઈ સહિત ત્રણ લોકોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ : રિકી ગિલ દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના વરિષ્ઠ નિર્દેશક તરીકે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભારત સાથે મુખ્ય ભૂમિકા ભજવશે: સૌરભ શર્મા રાષ્ટ્રપતિના કર્મચારી કાર્યાલયનો ભાગ રહેશે. ટ્રમ્પ દ્વારા ભારતીય-અમેરિકન ભૂતપૂર્વ પત્રકાર કુશ દેસાઈને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા7:20 PM IST
ઘરમાં સરસ્વતી-લક્ષ્મીની પૂજા કરો છો, પણ દીકરીઓની પરવા નથી : સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને ફટકાર લગાવી...તમે કેવા માણસ છો, જેને પોતાની દીકરીઓની પણ પરવા નથી : સુપ્રીમ કોર્ટે અપીલકર્તાને તેની પુત્રીઓની અવગણના કરવા અને તેની પત્નિ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ઠપકો આપ્યો : આવા નિર્દય વ્યક્તિને આપણે આપણા દરબારમાં કેવી રીતે પ્રવેશ આપી શકીએ? 10:20 AM IST
પાકિસ્તાન પોલીસે ચીનના નાગરિકોને ઘરમાંજ કેદ કર્યા :માન્ય દસ્તાવેજો હોવા છતાં લોકોને એરપોર્ટમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા અને કલાકો સુધી રાહ જોવી પડી : ચીન દરેક મુશ્કેલ સમયમાં પાકિસ્તાનની સાથે ઉભું છે. પાકિસ્તાન નાણાકીય સહાયથી લઈને શસ્ત્રો સુધીની દરેક બાબતમાં તેના શ્રેષ્ઠ મિત્ર ચીન પર નિર્ભર છે છતાં પાકે તેનો અસલી ચહેરો બતાવ્યો6:45 PM IST
બજારમાં વિદેશી વેચવાલીથી સેન્સેક્સનું મૂલ્યાંકન ૩૦ મહિનાના નીચલા સ્તરે : હાલમાં, બેન્ચમાર્ક સેન્સેક્સ પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ (PE) ના ૨૧.૯ ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે જૂન ૨૦૨૨ પછીનો સૌથી નીચો છે : ઇન્ડેક્સ મૂલ્યાંકનમાં સતત ઘટાડો થવાનો અર્થ એ છે કે શેરના ભાવ પ્રતિ શેર કમાણીમાં વળદ્ધિ સાથે ગતિ જાળવી રહયા નથી10:56 AM IST
યુપીમાં 30 વર્ષ જૂના કેસમાં ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી : અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ પ્રકાશ ચંદ શુક્લાએ બિજનૌરમાં 30 વર્ષ જૂના કેસમાં ત્રણ પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા:આરોપી ઈન્સ્પેક્ટર શિવરામ સિંહ યાદવ પર કોન્સ્ટેબલ ઓમવીર સિંહ અને રાજેન્દ્ર સિંહ પર ખૂની હુમલો કરવાનો અને રોકડ લૂંટવાનો આરોપ11:10 PM IST
ચીન વોટર બોમ્બ જેવા સૌથી મોટા ડેમનો ઉપયોગ કરી શકે : તે વિનાશ લાવશે; અરુણાચલના સીએમએ ઉઠાવ્યા સવાલ : ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધશે:આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ ચિંતાજનક :આસામ અને અરુણાચલ પ્રદેશના સીએમએ ચીનના આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા:પેમા ખાંડુએ કહ્યું- પાણીનું નિયંત્રણ ચીનના હાથમાં રહેશે.દુષ્કાળ અને પૂર ગમે ત્યારે આવી શકે છે અને વિનાશ સર્જશે.12:11 AM IST

આસ્થાની ડૂબકી....

વિરોધ પ્રદર્શન....

સારે જહાં સે આચ્છા ......

દેશના રક્ષક....

તપસ્યા.....
અકિલા સોશ્યિલ મીડિયાપ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યનું પાલન કરે તો 'વિકસિત ભારત' બનતાં વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે : રાજ્યપાલ : ૭૬મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો:'એટ હૉમ'માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી:દેશના ભવ્ય વારસાનું ગૌરવ-જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌને પ્રતિજ્ઞાબદ્ધ બનવાનું આહ્વાન કરતા રાજ્યપાલશ્રી11:21 PM IST
૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના યજમાન તાપી જિલ્લાને એક જ દિવસમાં રૂા.૨૪૦ કરોડના વિકાસ કામોની ભેટ મળી : રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે તાપીની ૧૩ જેટલી બહુવિધ પ્રતિભાઓનું ગૌરવ સન્માન :દેશની એકતાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય પર્વો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ માધ્યમ છે:આચાર્ય દેવવ્રતજી:આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની ચેતના સાહસ અને શૌર્ય આદિજાતિઓમાં જગાવ્યા હતાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ:મુખ્યમંત્રીના હસ્તે 'તાપી... પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ' પુસ્તિકાનું વિમોચન11:07 PM IST
માનવજીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી:ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી:03 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 01 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, 01 મતદાર નોંધણી અધિકારી, 01 મદદનીશ મતદાર નોંધણી અધિકારી, 21 બુથ લેવલ ઑફિસર્સ, સ્પેશ્યલ કેટેગરીમાં 03 તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 06 અધિકારી-કર્મચારીઓને પુરસ્કૃત કરાયા7:03 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિનમ્રભાવે હેમંતભાઇ ચૌહાણને રૂબરૂ મળ્યા:જનસામાન્યના પ્રસંગને સાચવવા સરકારી કાર્યક્રમ વિઘ્ન ઊભુ ન કરે તે માટે 'દાદા' નો પિતાતુલ્ય અને લોકભિમુખ અભિગમ : વ્યારાના હેમંતભાઈ ચૌહાણના ઘરના લગ્ન પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા મુખ્યમંત્રી :પોતાના ઘરના પ્રસંગને સાચવનારા મુખ્યમંત્રીશ્રી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતુ ચૌહાણ પરિવાર :11:15 PM IST
વડોદરાની એક એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો : વડોદરાના રાવપુરામાં હાલમાં પણ કાર્યરત ભારત ઉદ્યોગ હાટનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતું :વિદેશી વસ્ત્રોની હોળી કરવાના ગાંધીજીના આહ્વાન બાદ સ્વદેશી ખાદી ખરીદવા આ દુકાનમાં લાંબી કતારો લાગી હતી :દુકાન માલિક છોટુલાલ મહેતા સંપૂર્ણપણ સમાજસેવામાં જોડાઇ ગયા બાદ તેમના પુત્રના લગ્ન રવિશંકર મહારાજે કરાવ્યા અને ગાંધીજીએ ગોળ ખવડાવ્યો11:49 AM IST
રાજકોટમાં ૧પમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીઃ BLO તથા યુવા મતદારોનું સન્માનઃ ચુંટણી સ્ટાફને બિરદાવતા કલેકટર : દિવ્યાંગ મતદારોનું આઇકોન બહુમાનઃ વિજેતા સ્કુલ-કોલેજ તથા વ્યકિતગત સ્પધકોને ૬ રોકડ પુરસ્કાર : કલેકટર કચેરી ખાતે આયોજનઃ કંમ્પલ એમ્બેસેડરને નવાજાયાઃ મુખ્ય ચુંટણી કમિશ્નર રાજીવકુમારનો વિડીયો સંદેશ પ્રસ્તુત3:06 PM IST
મહિલા સહિત ત્રણ બાંગ્લાદેશી ઘૂષણખોર ઝડપાયા : સોહિલહુશેન અને રીપોનહુશેન બે મહિનાથી પડધરીના રંગપરની મારૂતી સોસાયટીમાં રહી પ્લાસ્ટીકની ફેક્ટરીમાં નોકરી કરતા'તાઃ મજૂરી કરવા આવ્યાનું રટણઃ પડધરીમાં આવેલી કિંગ પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતાં હતાં : પડધરીના રંગપરથી બે ઘૂષણખોરને પકડી લેવાયા બાદ તેને અહિ રહેવાની, નોકરી અપાવવામાં મદદ કરનારી બાંગ્લાદેશની હીના બીશ્વાસ પણ સકંજામાં: તે પણ કેટલાક સમય પહેલા આ બંનેની જેમ ભારતમાં ઘુસી હતીઃ હીના ચણોલના પ્રદિપસિંહ સાથે મૈત્રી કરારથી રહેતી હતીઃ ત્રણેયની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરવામાં આવી :રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હીમકરસિંહની સુચના અંતર્ગત એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, એસઓજી પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા અને ટીમની કાર્યવાહીઃ ઝડપાયેલા બંને શખ્સોનો ખરેખર અહિ આવવાનો હેતુ શું?: બંનેની અને હીનાની ઉંડાણપુર્વક પુછપરછ શરૂ થઇ : ઝડપાયેલા આ બંને બાંગ્લાદેશીની રૂરલ એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ઘનીષ્ઠ પુછપરછ હાથ ધરી3:05 PM IST
રાષ્ટ્રધ્વજ...3:28 PM IST
બંધારણ નિર્માણ દ્વારા સ્વરાજકીય શાસન વ્યવસ્થાનાં પાયાની ઈંટ મુકનાર ભારતીય લોકતંત્રના મંત્રદ્રષ્ટા બાબાસાહેબ આંબેડકર દેશના સદૈવ સાર્વત્રિક પૂજનીય મહાપુરુષ : રાજુભાઈ ધ્રુવ : પ્રદેશ ભાજપ આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત જામનગર શહેર ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને રાજુભાઇ ધ્રુવે કર્યું સંબોધન:બાબાસાહેબને જીવન દરમિયાન અને હયાતી બાદ પણ હળાહળ અન્યાય કરનાર,ભારતરત્ન ન આપનાર કોંગ્રેસ બંધારણના નામે મગરના આંસુ સારે છે :રાજુભાઇ ધ્રુવ 9:50 PM IST
પડધરીના રંગપરમાંથી બે બાંગ્લાદેશી ઘૂષણખોર ઝડપાયા : સોહિલહુશેન અને રીપોનહુશેન બે મહિનાથી અન્ય એક વ્યક્તિના ભાડાકરારને આધારે મારૂતી સોસાયટીમાં રહી પ્લાસ્ટીકની ફેક્ટરીમાં નોકરી કરતા'તાઃ મજૂરી કરવા આવ્યાનું રટણઃ સેન્ટ્રલ આઇબી પણ તપાસમાં જોડાશેઃ પડધરીની પ્લાસ્ટીકની ફેક્ટરીમાં કામ કરતાં હતાં : રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હીમકરસિંહની સુચના અંતર્ગત એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, એસઓજી પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા અને ટીમની કાર્યવાહીઃ ઝડપાયેલા બંને શખ્સોનો ખરેખર અહિ આવવાનો હેતુ શું?: ત્રીજા શકમંદની શોધખોળ : ઝડપાયેલા આ બંને બાંગ્લાદેશીની રૂરલ એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ઘનીષ્ઠ પુછપરછ હાથ ધરી : બાંગ્લાદેશથી જંગલ માર્ગે ભાડાના બાઇક મારફત અને ચાલીને ૪ દિવસે કોલકત્તામાં ઘુસ્યાઃ ત્યાંથી ટ્રેન દ્વારા અમદાવાદ અને રાજકોટ થઇ પડધરી પહોંચ્યા'તા : સોહિલહુશેન કુંવારો છે, રીપોનહુશેન પરણેલો છેઃ ભારતમાં ઘુસવા બાંગ્લાદેશી એજન્ટને નાણા ચુકવ્યાનું કથન11:30 AM IST
સોમનાથ મહાદેવને કાલે પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય ત્રિરંગાનો ભવ્ય-દિવ્ય શણગાર : સોમનાથ મહાદેવ મંદિર ધર્મ અને રાષ્ટ્રનો અદભૂત સમન્વય... આ... છે... પરંપરા સોમનાથ દાદાના પ્રાચીન જીર્ણ મંદિરે પ્રથમ વખત પ્રથમ ધજા રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતોઃ પ્રત્યેક ર૬ જાન્યુ. ૧પ ઓગષ્ટે સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજવંદન-સલામી કાર્યક્રમ યોજાય છે11:23 AM IST
આજે અને કાલે જામનગરમાં એરફોર્સ દ્વારા લોકોને અચંબિત કરતો એર શો : એર શોનું પ્રદર્શન કરવા માટે ઇન્ડિયન એરફોર્સની સુર્યકિરણ ટીમનું જામનગરમાં આગમન : સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમે સંવાદ સાધ્યોઃ બપોરે ૨.૧૫ વાગ્યાથી જામનગરના આકાશમાં સર્જાશે અદભૂત દ્રશ્યો1:31 PM IST
કાલે રાજવી કવિ કલાપીની જન્મજયંતી1:37 PM IST
મહાકુંભ માટે ખાસ સૂચનાઓ2:57 PM IST
રાજકાના સરપંચના પુત્રનું ભેદી મોતઃ હત્યાની શંકા : ૨૫ વર્ષનો રવિ મકવાણા ગત રાતે લીંબડી ખાતેના પોતાના પટોડાના કારખાનેથી બાઇક પર ઘરે જવા નીકળ્યા બાદ રાજકાના સ્મશાન પાસેથી માથામાં ઇજા સાથે મળ્યો હતો : વાહન અકસ્માતમાં આવી ઇજા ન થાય, હુમલો થયો હોઇ શકે તેવી શંકા પરિવારજનોએ દર્શાવતા મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ રવિના પિતા સરપંચ હોઇ અગાઉ ચુંટણી બાબતે મનદુઃખ હતું: પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : સોમવારે રવિના લગ્નની પહેલી વર્ષગાંઠ છેઃ યુવાન દિકરાના મોતથી મકવાણા પરિવારમાં શોકની કાલીમા11:29 AM IST
તું મિલે દિલ ખીલે, રાંજન દા યાર બુલિયાં, રૂપ તેરા મસ્તાના ગીતો પર યુવાધન ઝૂમી ઉઠયું : ગીર સોમનાથ જિલ્લાના અહેમદપુર માંડવી બીચ ફેસ્ટિવલનો પ્રથમ દિવસે બોલિવૂડ સિંગર અનુપ શંકર દ્વારા ગુજરાતી અને હિંદી ગીતોની અનુપમ પ્રસ્તુતિએ રંગ જમાવ્યો... બોલીવુડ સિંગર અનુપ શંકરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પાસે હળવા વાતાવરણમાં મલયાલમ ભાષામાં ગીત ગવડાવ્યું11:25 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
અવનીત કૌરે પોતાની 'લવસ્ટોરી' રમુજી રીતે રજૂ 5:20 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST


































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































