<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

નિવૃત એએસઆઇ સાવજુભા જાડેજાનો ૬૨મો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧: શહેર પોલીસના નિવૃત એએસઆઇ સાવજુભા બાબુભા  જાડેજા (ઉ.વ.૬૨-અજમેરા શાષાીનગર)નો આજે ૬૨મો જન્‍મદિવસ છે. શહેર પોલીસમાં તા. ૧-૦૨-૮૩ના રોજ ભરતી થયા બાદ સોૈ પહેલા બી-ડિવીઝન પોલીસમાં નિમણુંક થઇ હતી. એ પછી ટ્રાફિક બ્રાંચ, પ્ર.નગર, માલવીયાનગર, ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ક્રમશઃ બઢતી સાથે નોંધપાત્ર ફરજ બજાવી હતી. છેલ્લે ટ્રાફિક બ્રાંચમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતાં. બી-ડિવીઝનમાં ફરજકાળ દરમિયાન મર્ડરના આરોપીને ઓન ધ સ્‍પોટ ઝડપી લીધો હતો. પોતાના સરળ, મળતાવડા સ્‍વભાવ અને પ્રમાણિક તથા નિષ્‍ઠાપુર્વકની ફરજને કારણે સાવજુભા જાડેજા હજુ પણ પોલીસ બેડામાં ચાહના ધરાવે છે. તેમનું મુળ વતન ગોંડલ તાલુકાનું ભુણાવા છે. તેમને (મો.૮૨૩૮૩ ૦૦૭૭૭) ઉપર સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:54 PM IST)