<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વડાપ્રધાન માટે સોમનાથ અને વડોદરામાં અભેદ્ય સુરક્ષા આવી છે... : વડોદરામાં વિશાળ રોડ શો અંતર્ગત સુશોભન, સુરક્ષા અંતર્ગત પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, કલેક્‍ટર અનિલ ધામેલિયા, મ્‍યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જેવી અનુભવી ત્રિપુટીનું અદભુત સંકલનઃ બોંબ સ્‍કોડ દ્વારા રોજે રોજે તસુએ તસુ જમીનની ચકાસણી, રાજ્‍યભરમાંથી dysp, pi વડોદરા પહોંચી ગયાઃ સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી સતત પીએમ કાર્યાલય, SPG સાથે સંકલનમાં: IB વડા અશોક કુમાર યાદવે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતના IB યુનિટને એલર્ટ મોડમાં મુકયા.... : મુખ્‍ય પોલીસ વડા ડો કે. એલ.એન રાવ એક્‍ટિવ મોડમાં, સોમનાથમાં ૧૦૮ અશ્‍વોની શોભાયાત્રા, જાહેર સંબોધન અંતર્ગત રેન્‍જ વડા રાજેન્‍દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં અને ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના નેતૃત્‍વમાં ૧૦૦૦ થી વધુ પોલીસ દળ ખડેપગે.. : વડોદરામાં ગ્રામ્‍યમાં સરધાર ધામ ત્રણના લોકાર્પણ, પીએમનું સરદાર ગૌરવ એવોર્ડથી સન્‍માન, વિશાળ જાહેર સંબોધન કાર્યક્રમ વિગેરે કાર્યક્રમ માટે રેન્‍જ વડા સંદીપસિંહ અને ગ્રામ્‍ય એસપી સુશીલ અગ્રવાલ ટીમ એક્‍ટિવ3:16 PM IST

પશ્ચિમ બંગાળમાં એપેલેટ ટ્રિબ્યુનલમાંથી જસ્ટિસ શિવજ્ઞાનમનું રાજીનામું : પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતી મેળવી મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે. ચૂંટણી બાદ મતદાર યાદી સુધારણા પંચના એપેલેટ ટ્રિબ્યુનલમાંથી કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શિવજ્ઞાનમે રાજીનામું આપ્યું છે. રાજીનામાનું મુખ્ય કારણ કામનું અતિશય ભારણ અને અંગત કારણો છે. તેમણે ૨૨ દિવસમાં ૧૭૭૭ કેસ ઉકેલ્યા હતા પરંતુ બાકીની ૧ લાખ અપીલ સાંભળવામાં ૪ વર્ષ જેટલો સમય લાગી શકે તેમ હતો. દરમિયાન, બંગાળ ચૂંટણી પરિણામો પર અમેરિકન નેતાના અભિનંદન સંદેશ સામે શિવસેનાના નેતાએ વાંધો ઉઠાવી વિદેશી દખલગીરી ગણાવતા રાજકીય ગરમાવો આવ્યો છે.5:54 PM IST

ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરપ્પુ રામ મોહન નાયડુની વિશેષ ઉપસ્થિતિ : નાગરિક ઉડ્ડયન મંત્રાલય-IFSCA અને FICCIનું સંયુક્ત આયોજન* : દેશમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વીસીસ સેન્ટર્સ ઓથોરીટી IFSCA મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગની સક્ષમ ઈકો સિસ્ટમ એવિએશન સેક્ટરમાં દેશની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ બનશે : નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરપ્પુ રામ મોહન નાયડુ3:27 PM IST